છતાંય, જો બાળકોને અંગ્રેજીમાં ભણાવવાં છે તો… – મુકેશ મોદી

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

એક સત્ય : ગુજરાતના અગ્રણી ચિંતક ગુણવંતભાઈ શાહના શબ્દોમાં કહીએ તો ‘કોઈ અંગ્રેજી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ પછી ખબર પડશે કે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ કેટલું ગેરવ્યાજબી કૃત્ય છે !’ વાતમાં દમ છે. આજે અંગ્રેજીની ઘેલછાને કારણે મોટાભાગનાં માબાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ રાખે છે. એમનું ગણિત એવું છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં અમારું બાળક અંગ્રેજીના અભાવે પાછળ ન રહી જાય. પણ કોણે કહ્યું કે અંગ્રેજીમાં પારંગત થવા માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જરૂરી જ છે ? અને કેટલી કહેવાતી અંગ્રેજી માધ્યમની શાળાઓ અંગ્રેજી સ્પીકિંગ શાળાઓ છે ? અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કાર્યરત શિક્ષકોનું અંગ્રેજી નજીકથી જોયા પછી છાતી ઠોકીને કહી શકાય કે જ્યાં કૂવામાં જ નથી ત્યાં હવાડામાં કેવી રીતે આવી શકે ! માતૃભાષામાં બાળક સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી જ શકે છે.

બીજું સત્ય : ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે જે સંશોધનો થયાં છે એ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યાં છે કે માનવદિમાગમાં MAD કાર્યરત છે. MAD એટલે મલ્ટિલેન્ગવેજ એક્સેસ ડિવાઈસ. આ અઘરી લાગતી વાતને સરળ રીતે કહેવી હોય તો એ રીતે કહી શકાય કે બાળક એક સાથે એક કરતાં વધુ ભાષાઓ આસાનીથી શીખી શકે છે. ટી.વી. ઉપર મોટાભાગની કાર્ટૂન ચેનલો હવે તેમના કાર્યક્રમો હિંદીમાં ડબ કરીને રજૂ કરે છે અને આપણે જોઈએ છીએ કે આપણાં બાળકો ટીવી ઉપરથી કાર્ટૂન સિરિયલો જોઈને વધુ ઝડપથી અને સરળતાપૂર્વક હિંદી બોલવા માંડે છે. હા, એક દલીલ થઈ શકે કે હિંદી અને ગુજરાતી એક જ સ્ત્રોત (સંસ્કૃત)માંથી આવતી હોવાથી વધુ સરળતા રહે છે છતાં પણ એ હકીકત છે કે એક કરતાં વધુ ભાષાઓ જો બાળકને સારા વાતાવરણમાં એકસાથે આપવામાં આવે તો વૈજ્ઞાનિક દષ્ટિકોણથી કોઈ વાંધો આવતો નથી. પણ હા, એક કરતાં વધુ ભાષાઓ શીખવી અને એક ચોક્કસ ભાષાને માધ્યમ બનાવી ભણવું-ભણાવવું એમાં ખાસ્સું અંતર છે.

આપણું સત્ય : તો પછી આપણે માનવું શું ? આપણાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા કે નહીં ? દરેક સત્ય સત્ય હોય છે. ખરેખર તો અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વિચાર જ પરદેશી છે. છતાં મુદ્દો ચર્ચવો પડે એવો તો છે જ. બાળક માતૃભાષામાં સરળતાથી ભારરહિત થઈ જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને એ એટલું જ સત્ય છે જેટલું એ કે બાળક એક સાથે એક કરતાં વધુ ભાષાઓ ગ્રહણ કરી શકે છે અને બોલી શકે છે. પણ જો બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જ છે તો નીચેની બાબતો ઉપર ધ્યાન આપવું પડશે. જો તમે નીચે જણાવેલ બાબતો માતા પિતા તરીકે કરી શકો એમ હો તો તમને છૂટ છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા દેવાની. ફરીથી કહું છું, ‘જો નીચે લખેલી શરતો પૂરી કરી શકતાં હો તો જ.’

[1] જો તમારું અંગ્રેજી માતાપિતા તરીકે નબળું હોય અને તમે ઈચ્છતા હો કે તમારે બાળકને અંગ્રેજી માધ્યમાં ભણાવવું છે તો એની શરૂઆત તમારાથી જ કરવાની છે. આ શરૂઆત બાળકને અંગ્રેજી માધ્યમની શાળાના પગથિયે ચડાવ્યા પછી કરવાની નથી. આ શરૂઆત તમારે એ દિવસે કરવાની છે જે દિવસે તમે નક્કી કરો છો કે તમારે બાળક જોઈએ છે.

[2] એનો અર્થ એ થયો કે બાળકને શાળાએ મૂકો એનાં ચાર વર્ષ પહેલાંથી તમારે તમારી જાતને અંગ્રેજીમાં સજ્જ કરવાની શરૂઆત કરવી પડશે. જો આ વાત વાહિયાત લાગતી હોય અને તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકશો તો તમારા બાળકને તમે ઘોર અન્યાય કરી રહ્યાં છો.

[3] જો માતા પિતા અથવા બેમાંથી કોઈ એક સ્વયં અંગ્રેજી આસાનીથી બોલી શકે છે તો તેઓ બેધડક તેમના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે છે. એનું કારણ એ છે કે જાણેઅજાણે આવું બાળક એક કરતાં વધુ ભાષાઓ શાળાએ જાય એ પહેલાં શીખવાનું શરૂ કરી જ દે છે. આવા બાળકમાં અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ, વાક્યરચના અને વ્યાકરણ સહજ સ્વાભાવિક રીતે ઊતરે છે. બાળકને ભાષાકીય મૂંઝવણ નડતી નથી.

[4] જો તમે બાળકના જન્મના ચાર વર્ષ પહેલાંથી તમારી જાતને અંગ્રેજીમાં ક્રમશઃ સજ્જ કરી રહ્યાં હશો તો તમે પણ બાળકને અંગ્રેજી શબ્દભંડોળ, વાક્યરચના અને વ્યાકરણની કુદરતી ભેટ આપશો. બાળકને ખબર પણ નહીં પડે કે એ એક કરતાં વધુ ભાષાઓ શીખી રહ્યું છે.

[5] જો તમે એવું માનતા હો કે ‘બાળકનું ટ્યુશન રખાવી દઈશું, આપણે અંગ્રેજીમાં સજ્જ થવાની ક્યાં જરૂર છે ?’ તો તમે ખાંડ ખાઈ રહ્યા છો. ટ્યુશનમાં સિલેબસ પૂરો કરવામાં આવે છે. ટ્યુશનમાં એવું ધ્યાન રાખવામાં આવતું નથી કે બાળક સ્વાભાવિક રીતે અંગ્રેજીમાં જે તે વિષયનું જ્ઞાન ગ્રહણ કરે અને કોણે કહ્યું કે ટ્યુશન કરાવનારા શિક્ષક-શિક્ષિકા અંગ્રેજી ભાષામાં સજ્જ છે ?

[6] જો તમે સ્વયં અંગ્રેજીમાં આવતાં બાળકો માટેના મેગેઝિન વાંચી શકતાં હો, જો તમે સ્વયં બાળકો પાસે બેસી આવાં મેગેઝિન કે વાર્તાની ચોપડીઓ વાંચી શકતા હો તો જ તમને અધિકાર છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો.

[7] તમારું બાળક અંગ્રેજી ભાષાની કોઈ સમસ્યા લઈને તમારી પાસે આવે અને જો તમે હલ કરી શકો અથવા હલ કરવા પ્રયત્ન કરી શકો તો તમને અધિકાર છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વેદામૃત – વિનોબા
ઈન્દ્રની મુલાકાત – સ્વામી સચ્ચિદાનંદ Next »   

32 પ્રતિભાવો : છતાંય, જો બાળકોને અંગ્રેજીમાં ભણાવવાં છે તો… – મુકેશ મોદી

 1. Shekhar says:

  1. This is misleading. My parents were not good at Gijarati or say any language, does that mean I should not study in Gujarat medium?
  2. I have observed people who say no to English medium are end to loose their job.
  3. One of the question asked here is ‘ Are those schools true English Speaking? Oh man, if it is, fix that.

 2. Ruchir Gupta says:

  વાત ખોટી છે. ફક્ત ગુજરાત જ નહિ, પરંતુ જો સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે પહોચવું હોય તો અંગ્રેજી જરૂરી છે. તમે જ કહો – “Internet ” અને “આંતરજાલ” – આ બે શબ્દોમાંથી કયા શબ્દ નો ઉપયોગ કરવો વધારે યોગ્ય છે? બંનેનો અર્થ એક જ છે, પણ Internet ને “આંતરજાલ” થી ઓળખતા વિદ્યાર્થીએ એના માટે ખાસ ગુજરાતી જાળ (network) બનાવવું પડશે. જો બધા જ ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ના શીખે અને ગુજરાતી જ શીખે, તો કાં તો તેમના માટે સમગ્ર દુનિયાને ગુજરાતી શીખવાડવી પડે, કાં તો તે વિદ્યાર્થીઓએ કમ્યુનીકેશન કરવા માટે તેમના જેવા જ વિદ્યાર્થીઓ શોધવા પડે.

  બીજી વાત, આપણે સામાન્યપણે ગુજરાતી માં બોલતા હોઈએ ત્યારે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. પણ શું અંગ્રેજીમાં બોલતી વખતે એટલા જ પ્રમાણમાં ગુજરાતી શબ્દો નો ઉપયોગ કરીએ છીએ? અને જો નથી કરતા તો શું એક અંગ્રેજી વિદ્યાર્થી ને ગુજરાતી માધ્યમમાં ભણવા મોકલવું અને એક ગુજરાતી વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલવું, એ બંનેની સરખામણી કરવી યોગ્ય છે?

  હું એમ નથી કહેતો કે ગુજરાતી ભણવું જ ના જોઈએ, પણ અંગ્રેજીનો વિરોધ કરવા ગુજરાતીને અત્યારે શિક્ષણમાં જેટલું મહત્વ અપાય છે તેટલું પણ ના આપવું જોઈએ. બલકે ગુજરાતીને એક વિષય બનાવવા કરતાં, ગુજરાતી સાહિત્યના અનમોલ ખજાનાને વિદ્યાર્થીઓ સુધી તેમની કક્ષા અનુસાર એ રીતે પહોચાડવો જોઈએ કે જેથી તેઓ તેનો આનંદ માણી શકે, ના કે તેમણે એને એક વિષય તરીકે ગોખવું પડે.

  અને અંગ્રેજી શીખવું એ જરૂરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ કરતાં એટલે જ પાછળ છે કારણકે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો તેમને ગુજરાતીમાં ભણાવાય છે, પરંતુ આગળ જતાં તેમણે બધું જ અંગ્રેજીમાં ફરીથી શીખવું પડે છે કારણકે સમગ્ર વિશ્વ એ ગુજરાતી નથી!

  • naresh badlani says:

   i strongly agree with Mr.Gupta.

  • Vaibhavi says:

   Very True. Instead of pampering this “Gujarati Pride”, our community should embrace a practical approach. There is nothing wrong in studying Gujarati literature, which has got such rich legacy. But studying subjects like Science, Maths or History in gujarati is stupidity. Later, such students have to do enormous amount of extra hardwork, just to catch up with their peer group.

   Do respect your language but do not make it an issue of pride. We need to adapt as per the world trends, world trends do not adapt as per our likes or dislikes.

  • KAUSHIK THAKKAR says:

   GUJ IS BEST FOR JUS PRIMARY STDS N WORST FOR UPPER LEVEL.

  • MUKESH K RATHOD says:

   સમ્ગ્ર વિશ્વ એે ઇન્ગ્લિશ પન નથિ ! amrica englend sivay kayay english nathi

  • Sejal says:

   Totally agree Guptaji.
   We just have primary books on Gujarati.
   There are not good books for higher studies.
   It will be real thought to study in engineering, medical, management etc in Gujarati.

 3. DHIREN says:

  સમગ્ર વિશ્વ અંગ્રેજી પણ નથી.

 4. ઓહ નો! વર્ષો થી ચાલતી આવતી ડિબેટ નો એક જ વાકય મા જવાબ છે, ભાષા એ કોઇ ગ્નાન નથી પરન્તુ ગ્નાન મેળવવા માટેનુ માધ્યમ છે. જો તમારે ગુજરાતી સાહિત્ય વાન્ચવુ હોય તો ગુજરાતી ભાષા શીખો, શેક્સપીયરને વાન્ચવા હોય અથવા કોમ્પ્યુટર સાયન્સ ભણવુ હોય તો ઇન્ગલીશ ભાષા શીખો, અને વેદ વાન્ચવા હોય તો સન્સ્ક્રુત શીખો…..

 5. Shilpa says:

  To read this article, one has to type http://www.Readgujarati.com which is in English. I don’t think I need to say anymore.
  A completely misleading article….

 6. I read the article and read the comments too. Interesting!Not all, but majority of the comments are in debating/defending language – 🙂

  After reading the article, I do not think at all that the intention of the writer is to stop making children study in English medium schools. I am not trying to support Author or something like that, but what I understood from the article is that if Parents themselves do not know English well, then it will become a real challenge for kids to learn that language and I agree with this point completely.

  For instance:
  (i) If Parents know English language very well, they will not have to rely on schools and tuitions to teach this language to their kids. They can also give ample of contribution in their kids learning process. In such cases, it would be good idea to make kids study in English medium school and teach Gujarati at home as much as we can.
  “એનું કારણ એ છે કે જાણેઅજાણે આવું બાળક એક કરતાં વધુ ભાષાઓ શાળાએ જાય એ પહેલાં શીખવાનું શરૂ કરી જ દે છે. આવા બાળકમાં અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ, વાક્યરચના અને વ્યાકરણ સહજ સ્વાભાવિક રીતે ઊતરે છે. બાળકને ભાષાકીય મૂંઝવણ નડતી નથી. બાળકને ખબર પણ નહીં પડે કે એ એક કરતાં વધુ ભાષાઓ શીખી રહ્યું છે.”
  Points 5, 6 and 7 in the story are also very valid in this scenario. But, then in this case, it will be a challenge to make the kid learn Gujarati. Parents will have to put extra efforts at home to teach Gujarati language to kids.

  (ii) On the contrary, if Parents do not know English, but know Gujarati, then it is better to make the kids study in Gujarati language as kids will get equal assistance from Parents in their learning curve and this will make things a lot easier for them to grasp.
  “બાળક માતૃભાષામાં સરળતાથી ભારરહિત થઈ જ્ઞાન ગ્રહણ કરી શકે છે”

  (iii) In case were Parents are not educated, then too studying in Gujarati would be a good option as at least they speak Gujarati at home, so you are learning a language that you are familiar with. It is not a new language completely. You get to learn so many things from the environment that you get.

  I completely agree that we have entered into the 21st century and the world is globalizing now, so we need to keep ourselves with the pace of it. As English is an international language, we need to learn that too. In most of the Gujarati medium schools, English is one language, so it can be learnt that way too. And it can even be improvised further via English speaking classes. Now, some people will argue that in most of the English medium schools, Gujarati is also one language. This is true, but how many of us (both Parents and Students) put good efforts to learn it? The fact is that even if we study in Gujarati medium, we can put some extra efforts and learn to write and speak English very well (and we will put these efforts), but it is not the same case with Gujarati. We tend to ignore it and not learn it eventually.

  I am sure we might have seen many kids around us who are studying in Gujarati medium, but can at least read and write English to a certain extent, but is it the same with Gujarati? There are not many who study in English medium but can read and write Gujarati well. This kind of situation makes me think.

  To conclude, what I understood from this article is two main points.
  (i) It is the best idea to make the kids study in the language in which Parents are comfortable in (be it English or Gujarati). This way education will not become a burden for kids as they will be studying in the same language that they have been listening to since they were born.
  (ii) If kids are studying in Gujarati Medium, make sure to put some additional efforts to make them learn English as their Secondary Language and if kids are studying in English Medium, make sure to put some additional efforts to make them learn Gujarati (to speak, read and write) in an interesting manner by sharing the best Gujarati literature that you can.

  P.S. These are solely my views and my understanding of the article. I do not intend to defend anyone or argue at all. Thanks!!!

  Thank you Shri Mukesh Modi for writing and sharing this interesting article with us.

 7. English Medium for most of/not all(gujarati family)family are status symbol-comparision-competition and lastly simply-LAFO MARI NE GAL LAL RAKHVO-(bandh besti paghdi pahervi nahi)

 8. Amee says:

  As per my experience, i studied in gujarati medium and B.E in english. Very 1st year of engineering not me but all those came from gujarati medium they did not able to understand what’s going on?.
  1) if want to study in English medium than teacher must has to come from English background(Really good knowledge of english)

  When i was studying in school teacher from gujarati background tought us AWESOME pronounce as “અવેસમ” but real pronounce is “ઓસમ્”

  This is the basic example.

  I studied in Gujarati learned english as one subject. Same thing we can do to children like they learned in English and give them one subject as gujarati.

  If our children will not learn English properly than they may loose something. But If they did not learn Gujarati properly than they will loose only Gujarat level opportunity after finishing graduation.

  • All those who remained ‘poor’ in languages during their schooling were seen to face such difficulties at the first encounter with English medium.

   Our generation has had ‘benefit’ of studying English from either 5th or 8th standard, but we had excellent text books, we were encouraged to read Gujarati translations of English Classics [which automatically led us to the originals moment our English reached that standard] and [most importantly] had mandatory emphasis on grammar in our syllabus.

   I have seen equal number of subsequent generation, reared in English-medium, fumble with fluent use of English by the other party.
   Hence, the problem is not merely in the medium of education at Primary or secondary Education level but the quality of education of lanagauages.

 9. any says:

  sooooooo kids should go school to get knowledge or for what?

 10. any says:

  also i dont understand why such kind of articles are posted again and again

  this is 4th such article written by different author

 11. Sunita(uk) says:

  શરતો પ્રમાણે જોઈએતો જે માતા પિતા અભણ હોય તેમણે પોતાના બાળકો ને શાળા એ મોકલવાનો અધીકાર નથી એમ કેહવા મા આવ્યુ છે. I am not agreed with the writer.

 12. તંત્રીશ્રી, સાહિત્યને નામે સસ્તા લેખો કેમ પ્રકાશિત કરો છો?

 13. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  સૌથી પહેલી વાત એ કે આ કોઈ સસ્તા પ્રકારનો લેખ નથી. ‘વિચારવલોણું’ સામાયિક આપણી ભાષાનું એક પ્રતિષ્ઠિત સામાયિક છે. આ સામાયિકનો હેતુ જ છે વાચકોને વિચાર-મનન તરફ દોરી જવાનો. વળી, કોઈ લેખના વિચારો સાથે આપણે સંમત ન હોઈએ તો ‘સસ્તા લેખ’ શબ્દ પ્રયોગ કરવો યોગ્ય નથી.

  અહીં અંગ્રેજીનો કોઈ વિરોધ નથી, પરંતુ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવતા પહેલા માતા-પિતાએ કેટલા સજ્જ રહેવું જોઈએ એ તરફ અંગુલિનિર્દેશ છે. માણસ-માણસ વચ્ચેનું અંતર એના શોખ, રુચિ અને વાંચનને કારણે વધતું રહે છે. જો માતાપિતા પણ બાળકને આ માધ્યમમાં મૂકતા પહેલાં થોડી પૂર્વતૈયારી કરે તો એકમેક વચ્ચે પારિવારીક અંતર ઘટાડવામાં તે મદદરૂપ રહેશે. ‘જો તમે આમ કરો…. તો જ તમને અધિકાર છે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો….’ આ એક પ્રકારની લેખન શૈલી છે. આ કોઈ આદેશ નથી. એનો અર્થ એવો પણ નથી કે તમે અભણ હોવ તો તમને બાળકોને ભણાવવાનો અધિકાર નથી. ઘણા લેખોનું અર્થઘટન ઉતાવળે ન કરતાં એને તેના સુક્ષ્મ હેતુ સાથે સમજીએ તે ઉચિત છે.

  આભાર.
  લિ.
  તંત્રી, રીડગુજરાતી.

 14. I fully agree with the view of the writer and still send my son to an English medium school. The reason is to prepare him compete with the world without having the extra burden of learning the language, when he would be required to concentrate upon the subject.
  I have taken it as a challenge that at the age of 12 my son would be singing the songs of Meghani and Narsimh Mehta. Today at the age of 10, his Gujarati vocabulary is better than even the teacher of Gujarati.
  Myself and my husband were from Gujarati medium and we are fluent in our English today. But if you observe the Gujarati medium schools today, you will certainly realise that our mothertongue is neither in safer hands nor being taught properly.
  Moreover, I always acquaint him with the subject-Science, maths or S.S.) in Gujarati only-that too before the teacher starts the topic. So first hand acquaintance in mother tongue makes it extremely easy for him to understand the topic. Though he is also a good orator in English, I emphasize upon this to keep the base of the knowledge firm. Rest of the things are being learnt by him on his own.
  Secondly, Gujarati being my mother tongue I am sure I will be able to teach him excellently. (I do not mean ખપ પુરતુ જ)but even crossing the literature level. I am not sure about English for that matter.
  And I am sure he will be able to talk about Saraswatichandra and all our classics, as today he knows Jeevram joshi and Ramanlal Soni.
  Choosing the medium should not be the matter of class consciousness. Unfortunately, it is seen as Gujarati learning is a futile job. Having the excellent knowledge of your mother tongue(I do not mean ખપ પુરતુ જ )can keep your roots of culture firm within you. And we as parents are extremely aware of that fact.

  • જો બધાં માબાપ આ પ્રતિભાવમાં કહેલી ભાવના – બન્ને ભાષાઓ પ્રત્યે સરખું સંમાન રાખીને ભાષાના પ્રયોગ અને ઉપયોગપર વ્યાકરણ અને શબ્દભંડોળના સંદર્ભે પ્રભુત્વની કક્ષાની હથોટી [માત્ર ખપ પૂરતો અશુધ્ધ ઉપયોગ તો બિલ્કુલ જ નહીં]- જો અનુસરશે તો ભાષાની સેવા તો થશે જ પરંતુ તેનાથી ઘણી વધારે એતો તેમનાં બાળકનાં ભવિષ્યની સેવા કરશે.

 15. KETU says:

  પ્રિય મિત્રો,

  Martu bhashaa sivvay jo badak ne biji ko bhashsaa maaa bhadavavamaa aave to tene khalee te bhashaa theee gyan ( khowledge ) mde che… bakee sanskar too matru bhashaa theej m de,

  hu 100% lekhak thee sahemat chuu.
  lek maate

  આભાર,

 16. આપણે ગુજરાતી ભાષાને મજબુત બનાવવા માટે અંગ્રેજી ભાષાને વખોડવા બેસી જઇએ છીએ.કોઇપણ માધ્યમમાં ભણ્યા હોય તો પણ ગુજરાતના વિધ્યાર્થીઓ ભારતભરની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સારો દેખાવ કરી શકતાં નથી તે હકીકત છે.માટે ગુજરાતી કે અંગ્રેજી ની પળોજણ લઇને બેઠેલા મહાનુભાવોને વિન્ંતિ કરવાની કે હવે કુવાની બહાર નજર કરો અને ભાવિ પેઢીના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરો.

  આજે મને ૭૦ વર્ષ થયા. મારા વિધ્યાર્થીકાળ સમયે અંગ્રેજી પાંચમા ધોરણ થી શિખવવું કે આઠમા ધોરણથી, તેની ઘણી ચર્ચાઓ ચાલી, અને અમને અમને અંગ્રેજી ભાષા તો બરાબર ન શિખવા મળી પણ સમ્રુધ્ધ અંગ્રેજી સાહિત્યનો પરિચય પણ ન થયો.કોલેજમાં ગયા ત્યારે મગન માધ્યમ થી જાણીતી થયેલી મુશ્કેલી આવી ,અને ફરીથી વિશ્વના પ્રવાહોથી અળગા રહ્યા.વિજ્ઞાન ઇજનેરીનો અભ્યાસ તો કર્યો ,પરંતુ ગુજરાત સિવાય
  ક્યાંય જવાનુ થાય ત્યારે અપુરતા અંગ્રેજીના જ્ઞાનના કારણે અમારો દેખાવ નબળો રહેતો.
  અમેરીકા પ્રવાસ દરમ્યાન ગુજરાત અને ગુજરાતના મુખ્યમંત્રી અંગે એક સભાને સંબોધવાનું થયું ત્યારે નબળા અંગ્રેજીના કારણે નીચા જોવાનું થયું.

  ગુજરાતી મારી ભાષા માતૃભાષા છે, અને તેના પરનું પ્રભૂત્વ ખૂબ જ હોવું જોઇએ, તેમ હુ દૃઢ પણે માનું છું, પરંતું અંગ્રેજી ભાષા માટેની આભડછેટ હવે છોડવી જોઇએ.

  યૉગેશ ચુડગર્.

  • heerak says:

   tamari.vaat sathe hu sanmat chu. mare pan 5 ma thi engliah bhanvu padyu ne aaje angreji sahitya hu vachi.nathi sakto eno afsos thay che

 17. shruti maru says:

  very nice artical.

  ભણવા માટે સૌથી પેહેલી ભાષા પોતાની માત્રુભાષા હોવી જોઇએ.

  દુનિયા ને જે જરૂર હશે એ માંગવા આવશે પછી એ કોઇ પણ ભાષા માં હોય.દુનિયા ને એ આપો કે એ સામે થી તમને સમજશે.

  બાકી શિક્ષણ હંમેશા માત્રુભાષામાં હોવ જોઇએ.

  thanks for such nice artical.

  germans dont speak english
  french dont speak english
  korean dont know english
  chines alsooo not
  very few country use english lanaguge.

 18. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અપાવું જોઇએ તે અંગે બહુ ચર્ચાને અવકાશ હવે રહ્યો નથી. આથી અંગ્રેજી માધ્યમમાં જ પોતાનાં બાળકોનાં મા-બાપ /વાલીઓએ બાળકને માતૃભાષાનો મહાવરો રહે તે અંગે સજાગ રહેવું જોઇએ.

  તે માટે તેમણે ગુજરાતી ભાષાનું જ્ઞાન વધારવું રહ્યું. આપણે તેમને સાહિત્યકાર થવાનું કે ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાનું નથી કહેતા.પરંતુ રોજબરોજના ભાષાસંબંધી દરેક ઉપયોગમાં સાચું અને સારું ગુજરાતી વાપરવાનો મહાવરો પાડવો જોઇએ. ખાસ તો ભેળસેળીયાં અંગ્રેજી + ગુજરાતીમાં વાતચીતની [કુ]ટેવ તો સાવ જ બંધ કરી દેવી જોઇએ.
  આટલી શરૂઆત થાય તો આગળના રસ્તા મળી આવશે.

 19. Ashish Dave says:

  I believe I am really fortunate that my parents decided to put me in Gujarati Medium. It has opened up vast venues for my development. Gujarati language has opened up a world of literature for me that is beyond any language.

  I always tell me daughter (she is 10) that when we speak in English no body should be able to identify us as Gujaratis and at the same time when we speak in Gujarati no body should find out that you were not born in India. She follows that very well.

  I totally agree with the author that being parents we must be able to help our kids and if we are not ready to do that then we must prepare ourselves. અમીતાભ પેદા હરીવંશરાયને ત્યા જ થાય છે…

  Ashish Dave

 20. હર્ષ આર જોષી says:

  આ લેખ સારો છે . વાંચવાની મજા આવી . પરંતુ વિશેષ મજા તેના પ્રતિભાવોમાં થયેલી ડીબેટ – ચર્ચા વાંચવામાં આવી . લેખક તેમજ પ્રતિભાવ લખનાર દરેકનો ભાષા પ્રત્યેનો દ્રષ્ટિકોણ કઈક અલગ છે અને સરસ જ છે . કોઈ ખોટું નથી . અહી પ્રતિભાવોમાં થયેલી ડીબેટ ખરેખર ઉચ્ચકક્ષાની જ છે . બધા જ પોતાની માતૃભાષાને ચાહે છે . અહી વિષય ગૌણ અને માતૃભાષાની ચાહના વિશેષ સાબિત થાય છે .

 21. YOGI PANDE says:

  I think this topic is now very old —and at mumbai I found out that slowly all gujarati medium schools have closed down or they are offering english medium for science subjects —The last option of teaching gujarati as language like hindi and other regional language with science –mathematics –social studies in english is best option –so student has gujarti also as rich language and other subjects in english so can have better approach at international level also —-Here I add that my grandson is learning as english as mothertounge but I am teaching and putting pressure to speak in gujarati at home and with relatives so that we may not loose our roots and not carried away when becomes adult and give proper respect to gujarati also

 22. Vijaymanek says:

  My children are born in England .Kutchi is our mother tongue ,so they speak fluently.I taught them Gujarati,they love watching Hindi movies so they speak Hindi,they learnt English when they started the school.German was their second language in school.So they learnt 5 languages by the age of 10.What I want to say is you can teach as many languages as you like in their early age.I think their mother tongue should come first.you learn English first before you send your kids to good English school.I can see lots of so called English schools in Gujarat where the teachers are poorly paid and not qualified enough to teach English.

 23. heerak says:

  lekhak ni vaat sathe hu bilkul sahmat chu. hu mara badko ne english mediam ma bhanava babate vichar karu chu tyare tame je batavi che ej babat no vichar pahelo ave che.

 24. Arvind Patel says:

  ભાષા મહત્વ ની નથી જ્ઞાન નું મહત્વ છે. પરંતુ એક બીજું સત્ય પણ છે, જેને નકારી શકાય નહિ. જેની માત્રુ ભાષા સારી તે કોઈ પણ ભાષા વધુ અસરકારક રીતે શીખી શકાશે અને તેનો ઉપયોગ કરી શકાશે. કુમળી વયે શીખેલી ભાષા જીવન પર્યંત માનસ પટ પર અંકાઈ જશે. આખી દુનિયા ની ભાષા શીખો સારું જ છે, પણ માત્રુ ભાષા ની અવગણના પોતાના માટે યોગ્ય નથી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.