ચાલવા દો ! – જિતુ પુરોહિત

[‘અખંડ આનંદ’ જૂન-2008માંથી સાભાર.]

બીજું બધું જવા દો.
આ દર્દની દવા દો.

હદ થઈ ગઈ છે ઘાની,
ના એક પણ નવા દો.

ઠારી શકો તો ઠારો.
ના આગને હવા દો.

ના ઊપજે કશું તો,
થાતું હો તે થવા દો.

વાચાને બંધ રાખી,
આંખોને બોલવા દો.

અટકો ભલે તમે પણ,
બીજાને ચાલવા દો.


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ પ્રસંગો – હંસા જાની
કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ Next »   

5 પ્રતિભાવો : ચાલવા દો ! – જિતુ પુરોહિત

 1. Kamal says:

  તમે ચાલતાજ રહેસો…!!! મુબારક

 2. Dr malay says:

  મસ્ત છે.નાનિ અને નાજુક્

 3. prashant says:

  એક દમ મસ્ત… નાનિ ખરિ પન નજુક નહિ ધારદાર અને સચોત…અભિનન્દન

 4. rajdev priyank says:

  ખુબ જ સરસ

 5. વાચાને બંધ રાખી, આંખોને બોલવા દો….
  બહ જ સરસ…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.