ચાલવા દો ! – જિતુ પુરોહિત
[‘અખંડ આનંદ’ જૂન-2008માંથી સાભાર.]
બીજું બધું જવા દો.
આ દર્દની દવા દો.
હદ થઈ ગઈ છે ઘાની,
ના એક પણ નવા દો.
ઠારી શકો તો ઠારો.
ના આગને હવા દો.
ના ઊપજે કશું તો,
થાતું હો તે થવા દો.
વાચાને બંધ રાખી,
આંખોને બોલવા દો.
અટકો ભલે તમે પણ,
બીજાને ચાલવા દો.



તમે ચાલતાજ રહેસો…!!! મુબારક
મસ્ત છે.નાનિ અને નાજુક્
એક દમ મસ્ત… નાનિ ખરિ પન નજુક નહિ ધારદાર અને સચોત…અભિનન્દન
ખુબ જ સરસ
વાચાને બંધ રાખી, આંખોને બોલવા દો….
બહ જ સરસ…