ઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ

[ આજે નાતાલનાપર્વની આપ સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. યુગોથી માનવીની અંતરચેતનાને જગાડવા માટે કોઈને કોઈ રૂપે પરમતત્વ અવતાર ધારણ કરતું રહે છે. પરંતુ માનવીને તો એની ઊંઘ જ ઘણી વહાલી છે ! આ બાબતને કટાક્ષરૂપે રજૂ કરતું આ કાવ્ય અહીં ‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.]

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ નહીં જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.