કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,
શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.

ગિરિધર ગિરિધર ગોખી માર્યું,
કશું થતું ના ગોપીધાર્યું,
માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે.
કવિજન ગોપ થઈને જીવે.

ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે,
ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે.

કૃષ્ણચરણમાં માથું મૂક્યું,
અહો શ્યામનું મુખ છે ઝૂક્યું,
અધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે.

ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે,
શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ
ઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ Next »   

7 પ્રતિભાવો : કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ

 1. devina says:

  સરસ રચના

 2. સરસ. માર્મિક વ્યંગગીત.

 3. Shuchita Joshi says:

  સુન્દર રચના

 4. Naveen Joshi,Dhari,Gujarat says:

  ખુબ જ સુંદર ગીત છે. ગીતમાં ધીરુભાઇનો જવાબ નથી. કવિને પણ હવે કૃષ્‍ણ ભકિત
  કરવા માટે ગોપી જ થવું પડે. ધીરુભાઇને સ્‍નેહ વઁદન.
  નવીન જોશી,મુ.ધારી

 5. વાહ ધીરૂભાઈ વાહ………..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.