[1] દુહિતા – દુર્ગા જોશી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ.દુર્ગાબેનનો (અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]
દુહિતા નહી ગાયની જ દોનાર રે
સૌ કરો એ શક્તિનો સ્વીકાર રે
અબળા માની સૌ કરે તિરસ્કાર રે
સબળા એ તો સર્ગે સર્જનહાર રે
ગૃહ બાળ રાજ દેશ રક્ષણહાર રે
ઘોડેસ્વાર લક્ષ્મીબાઇનો અવતાર રે
દેશની આઝાદીની હક્કદાર રે
પદ્મિની વિરાંગનાઓ અપાર રે
પુત્રથી વંશવેલી તો વધનાર રે
પુત્રી વિણ કોણ બીજને ધરનાર રે
ન સમજો એ શક્તિહીન અસાર રે
દીકરી એ તો શક્તિનો ભંડાર રે
અમ્બા,જગદમ્બા,ભવાની ખોડિયાર રે
શક્તિના એ સ્વરુપો તમ દ્વાર રે
જનેતા નિજ ભ્રુણને હણનાર રે
કુમળી વેલને કોણ ઉગાડનાર રે
.
[2] ગઝલ – જોરૂભાઈ ગીડા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી જોરૂભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jsdnwala@gmail.com સંપર્ક કરી શકો છો.]
કોઈ મારા ઘર સુધી આવ્યું નહિ,
બારણું કોઈએ ખખડાવ્યું નહિ.
ખુબ મૂંઝારો થતાં પાછો ફર્યો,
એમના દિલમાં તો ભૈ ફાવ્યું નહિ.
આંખ પણ ખુલ્લી નથી રાખી શક્યો,
મેં ડફોળે સ્વપ્ન પણ વાવ્યું નહિ.
આયખું કડવાશથી ઘોળ્યાં કર્યુ,
એક ચમચી સુખ મને ભાવ્યું નહિ.
લ્યો,પલાંઠી વાળીને બેસી ગયાં,
આપણે ગાડું ય ગબડાવ્યું નહિ.
.
[3] હાઈકુ – વિજય જોશી
[ રીડગુજરાતીને આ હાઈકુ મોકલવા માટે શ્રી વિજયભાઈનો (ન્યુ જર્સી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે joshi117@yahoo.com સંપર્ક કરી શકો છો.]
અંતિમ શ્વાસ
કેમ વેડફો એને
નિસાસા નાખી !
****
વર્ષાનું પાણી
પી લીધું મૃગજળે
તોય તરસ્યું !
****
જીવડું અને
મીણબત્તી, બંનેનું
આખરી નૃત્ય
****
નદી પૂછે છે
દરિયાને, શું કર્યું
મીઠા પાણી નું !
****
બધે ઘોંઘાટ
સુવે શિશુ બિન્દાસ
મા ના ખોળામાં !
****
.
[4] યાદ ના કર ! – વિપુલ સોલંકી
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vipul.solanki678@gmail.com સંપર્ક કરી શકો છો.]
એ દિલ એમની ચાહત ને તું હવે યાદ ના કર,
યાદ કરીને જિંદગી તારી તું હવે બરબાદ ના કર.
તકદીર પર તારી તુફાનની શાગિર્દ છે.
સપનોની એ દુનિયાને તું હવે આબાદ ના કર.
કામ છે એનું તો બસ સપના આપી તોડી દેવા,
નાખુદાની સામે જઈ તું હવે ફરિયાદ ના કર.
ગુલશને ઈશ્ક માં છે ફીઝા ની હાઝરી કાયમ,
ખ્વાઈશોની બુલબુલને તું હવે આઝાદ ના કર.
આ દિલના દર્દોની કોઈ દવા નથી હવે,
ઉલ્ફતની આ બીમારી નું તું હવે અવસાદ ના કર.
.
[5] સ્વયંને ઓળખીએ ! – વાગ્ભી પાઠક પરમાર
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વાગ્ભીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vagbhi.pathak.parmar@gmail.com સંપર્ક કરી શકો છો.]
ભલે એક બીજાને ગમતા રહીએ,
ક્યારેક સ્વયંને પણ ગમીએ.
ભાર દુનિયાનો લઈ શું કરીએ ?
જયારે સ્વયંથી તૃપ્ત થઈએ.
દાવ દલીલોના શું રમીએ ?
પહેલા સ્વયં તો નમીએ.
ગીત બીજાના શું ગાઈએ ?
વિચારો સ્વયંના તો રાખીએ.
સમાજમાં પરિવર્તન શું ઝંખીએ ?
પરંપરાઓથી સ્વયંને તો ના ડંખીએ.
લક્ષ્ય જીવનના શું માપીએ ?
સફળતાનો શ્રેય સ્વયંને તો આપીએ.
.
[6] પ્રેમીજન તો તેને રે કહીએ – ધવલ ટિલાવત ‘પ્રેમીજન’
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dhavaltilavat@torrentpharma.com સંપર્ક કરી શકો છો.]
પ્રેમીજન તો તેને રે કહિયે જે પ્રેમ પામી જાણે રે,
સાવ મફતમા પ્રેમને પામે ખુલ્લા દિલથી માણે રે… પ્રેમીજન તો….
પ્રેમ શોધતો જઈ ચડે એ સીધો પ્રેમાલયમાં રે,
પ્રેમ એના હૃદયમાં મળતો, મળે ન પ્રેમાલયમાં રે…. પ્રેમીજન તો…..
મોહમાયા છે પ્રેમની એવી આ રાધાના પ્રેમીજનમાં રે,
કેમ કરી રાધા હું પામું એ જ રટણ એનાં મનમાં રે…. પ્રેમીજન તો…..
એક નહીં અનેક ને ગમતો, બીજા છો ને ફાંફાં મારે રે,
રાધાના તો મનમાં વસતો, ગોપીઓને પણ તારે રે…. પ્રેમીજન તો…..
બોણીમાં પ્રેમ ઉધાર માગે, અવળાં શુકન કરાવે રે,
રક્ષાબંધન કેરા દિવસે આવી ફ્રેન્ડશિપ બેલ્ટ બંધાવે રે….પ્રેમીજન તો…..
3 thoughts on “વાચકોની કૃતિઓ – સંકલિત”
વાહ, વૈશ્ણવજન તો સાંભળ્યુ હતુ આ પ્રેમીજન પહેલી વાર સાંભળ્યુ, મજા આવી ગઈ ખુબ જ સરસ …..
વાહ ધવલભાઈ, તમારા રૅપ સોંન્ગસ લખો તો વધારે મજા પડી જાય ….
અભિનંદન
ખુબ જ સુન્દર કાવ્ય. શ્ક્તિનિ ારધના કર્તો આ દેશ સ્ત્રિ ને શક્તિ નહિ પન વ્યક્તિ સમજે તો પન સારુ. અહિ ઇતિહસ્,પુરાન અને વિગ્યાન નો સુન્દર સમન્વય કરેલ ચ્હે. દુર્ગાબેન ને ખુબ ખુબ અભિનન્દન્.
વિજય જોષીનાં હાઈકુ ગમ્યાં. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}