Archive for 2011

છતાંય, જો બાળકોને અંગ્રેજીમાં ભણાવવાં છે તો… – મુકેશ મોદી

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] એક સત્ય : ગુજરાતના અગ્રણી ચિંતક ગુણવંતભાઈ શાહના શબ્દોમાં કહીએ તો ‘કોઈ અંગ્રેજી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ પછી ખબર પડશે કે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ કેટલું ગેરવ્યાજબી કૃત્ય છે !’ વાતમાં દમ છે. આજે અંગ્રેજીની ઘેલછાને કારણે મોટાભાગનાં માબાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ રાખે છે. એમનું ગણિત […]

વેદામૃત – વિનોબા

[ વેદો એ આપણા જીવનનું ‘Users Manual’ છે. એક ભ્રમ એવો છે કે વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે. હકીકતે એમ નથી. એ તો આપણા રોજિંદા જીવનની અત્યંત નિક્ટ છે. વેદોમાં ઉપાસના ઉપરાંત સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રકાશિત થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત […]

શું કામ લગ્નથી ડરવાનું ? – અવંતિકા ગુણવંત

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક-ઑક્ટોબર-2011 માંથી સાભાર.] નિરાગ સંપત્તિવાન, શિક્ષિત, પ્રતિષ્ઠિત કુટુંબનો દીકરો છે. એક પ્રખ્યાત કોર્પૉરેટ કંપનીમાં એ ઊંચા પદ પર નોકરી કરે છે. સ્વભાવે સૌમ્ય અને દેખાવે સોહામણો છે નિરાગ. તેથી સંસ્કારી, સુશિક્ષિત, મોભાદાર કુટુંબની દીકરીઓનાં એના માટે માગાં આવે છે. પણ નિરાગ જરાય રસ લેતો નથી, શાણો અને આજ્ઞાંકિત દીકરો નિરાગ લગ્નની વાત […]

જગજિતસિંઘને….. – સિલાસ પટેલિયા

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] અંધકારમાં ઓગળે છે બરફના ડુંગરાઓ….. એના એકધારા પ્રવાહમાં તરતો રહે છે એનો કલકલ નિનાદ….. સ્તબ્ધ રાત્રિના પહાડ પર ચમકે છે સૂરમાંથી જન્મેલી તેજસ્વી તારાઓની પંક્તિ ! ને એ પંક્તિના તારાઓને ભીંજવે છે પેલો ભીનો ભીનો કલનાદ ! એ ભીનો કલનાદ, એ તારાઓનું તેજ-સૂરે મઢેલું, ચીરી નાંખે છે મારી છાતીમાં જામેલા અંધકારને ! […]

કહે ? – દર્શક આચાર્ય

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] પાસ એની કઈ રીતે જાવું કહે ? દૂર થઈને કેટલું થાવું કહે ? દોસ્ત સઘળું જ્યાં સમય સાથે વહે, નાવ મારી કેમ થંભાવું કહે ? હો કુહાડી જ્યાં બધાના હાથમાં, વૃક્ષ વિષે કોને સમજાવું કહે ? શ્વાસ લેતા હાંફ ચડતો હોય જ્યાં, કોઈને હું કેમ હંફાવું કહે ? મ્હેક હમણાં હુંય ફેલાવું બધે, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.