Archive for 2012

એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ

[dc]હિં[/dc]મત અને સાહસના ગુણોને આત્મસાત કરવા એ કંઈ કાચાપોચા માણસના ખેલ નથી, એવું મને આજે મારા પિતાજીને જોતાં સમજાય છે. આમ તો દરેક માનવીનું જીવન એક નવલકથા જેવું હોય છે; પરંતુ કેટલીક નવલકથાઓ સાવ અનોખી હોય છે. તેની કથાપ્રવાહના વળાંકો અકલ્પનીય હોય છે. એ વળાંકો અને કપરાં ચઢાણો કેવા ભયંકર હોય છે, એ તો એમાંથી […]

યુ.એસ.-કેનેડાનાં સરોવરો – ગિરીશભાઈ પંડ્યા

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [1] સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે આશરે 46 થી 49 ઉત્તર અક્ષાંશ અને 84 થી 72 પશ્ચિમ રેખાંશ વચ્ચેનો 82,103 ચો. કિ.મી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે દુનિયાભરમાં મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિ.મી. […]

થવાનું થશે – ગૌરાંગ ઠાકર

[ ‘ફીલિંગ્સ’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આપ આ નંબર પર +91 9825799847 સંપર્ક કરી શકો છો.] જે સાચું કે ખોટું, થવાનું થશે ચરણ તો ઉપાડું, થવાનું થશે ઘણાંએ કહ્યું ઘાત પાણીની છે કિનારે શું ન્હાવું, થવાનું થશે મને દુઃખની ફરિયાદ ગમતી નથી વધારે કે ઓછું, થવાનું થશે બધાએ કહ્યું એમ કરવું નથી હું […]

અંતરનો અજવાસ – ભાનુપ્રસાદ પંડ્યા

[‘શાશ્વતગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.] સૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે, ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે. પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત, વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત. હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ, ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ. કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ, આમ જુઓ તો દંડી સાધુ કર્યો નગરમાં વાસ. આંખોથી ‘રામાયણ’ […]

કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા

[ ખૂબ જ સુંદર ગઝલો અને ઉત્તમ ગીતો સાથે પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ લઈને આવ્યા છે અમરેલીના યુવાસર્જક શ્રી પ્રણવભાઈ પંડ્યા. તેમની રચનાઓનું ઊંડાણ સ્પર્શે તેવું છે. તેઓ સર્જનક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમના આ સંગ્રહમાંની કેટલીક રચનાઓ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે પ્રણવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranavkavi@yahoo.co.in […]

Copy Protected by Chetan's WP-Copyprotect.