એક કાવ્ય – વર્ષા બારોટ

બે ચોટલામાં ગૂંથેલી
રિબિનના ગલગોટા જેવું
એક બાળકીનું નિર્દોષ
હાસ્ય !
ને દફતરમાં સંતાડીને લાવેલ
ટિફિનના ડબ્બામાં
સાંજ સુધી ચાલે તેટલો
શ્વાસ !
પણ અરે….રે
શાળાના ઝાંપે વળતાં જ
પાનખરનાં પીળાં પત્તાંની
જેમ ખરી પડતું એ
હાસ્ય !
ને સાંજ પડતાં પહેલાં જ
હાંફી જતો
ટિફિનના ડબ્બામાં
સાચવીને રાખેલો
શ્વાસ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “એક કાવ્ય – વર્ષા બારોટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.