માણસ છું – હરદ્વાર ગોસ્વામી

[ સૌ વાચકમિત્રોને ઈ.સ. 2012ના આ નવા વર્ષની શુભકામનાઓ. આપ સૌનું વર્ષ સુખમય, મંગલમય અને પ્રસન્નકર્તા નિવડે તેવી શુભેચ્છાઓ.]

રોજ કેટલો ભાર ઉપાડું ? માણસ છું.
રોજ કેટલી રાડો પાડું ! માણસ છું.

કોઈ રસ્તે નહીં ચણાવું દીવાલો,
કોઈના પર નહીં વિતાડું, માણસ છું.

જીભ ઉપરથી જીવ ઉપર તું આવ્યો છે,
કેમ ન હું હથિયાર ઉપાડું, માણસ છું.

રોજ આવતું પાણી મિત્રો ગળા સુધી,
રોજ મને હું કેમ જિવાડું, માણસ છું.

પ્રતિબંધ હો પતંગિયાના પ્રવેશ પર,
એ કૂંડામાં ફૂલ ઉગાડું ? માણસ છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “માણસ છું – હરદ્વાર ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.