ના !….હવે નહિ ! – કલ્પના જિતેન્દ્ર

[ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ લેખિકા કલ્પનાબહેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

ઠાલું અટકાવેલું બારણું હડસેલી સાસુ-નણંદ અચાનક આવી ગયાં. નીલિમા ચમકી, એમના આગમનનો અણસાર સુદ્ધાં નહિ, આ તો બૅન્કની પાસબુક, એફ.ડી., લોકરની ચાવી ને બીજા અગત્યના કાગળો જોતી હતી. ‘આવો…. બેસો…. એક મિનિટ હોં !’ કહી એણે બધું જ ફાઈલમાં વ્યવસ્થિત ગોઠવી કબાટમાં મૂકી દીધું.

એક મિનિટના બદલે એને પાંચ-સાત મિનિટ થઈ, ત્યાં સુધી સાસુમાએ ધીરજ ધરી, જેવી નીલિમા નજીક આવી કે એમણે એને બાથમાં લઈ રોક્કળ શરૂ કરી દીધી. ઘણાં બધાં આંસુ પણ ખેરવ્યાં :
‘બેટા ! લઈ જવા આવ્યાં છીએ. હવે આ ઘરમાં તું એકલી નહીં રહી શકે.’
આશ્ચર્ય થયું એને. હરખાઈ તો નહિ જ ! સહેજ વિચારીને કહે, ‘બા, અહીંથી કુશની સ્કૂલ નજીક પડે. વળી આઠ વર્ષથી અહીં છીએ. આડોશપાડોશમાં સૌ સાથે ઘરોબો કેળવાયો છે. કુશનું ગ્રુપ પણ અહીં જ છે. એ ત્યાં સેટ ન થાય.
‘બેટા, પણ તારે આમ એકલા રહેવાનું ? માથેથી છત્ર તો ગયું !’ કહેતાં એમણે ડુસકું ખાધું ને સાડલાને છેડેથી આંસુ લૂછ્યાં, ‘ના ભાભી ! હવે તમને એકલા નહિ રહેવા દઈએ. તમારે મોટા ઘરે આવવું પડશે.’ ચોખ્ખી ને ચટ ના પાડવાની ઈચ્છા થઈ ગઈ, પણ તાજા જ દુઃખદ બનાવના કારણે આળાં થઈ ગયેલાં વડીલની મર્યાદા ઓળંગતાં એ અચકાઈ ‘જોઉં છું.’ હમણાં તો નહિ…. પછી વિચારું છું.’ કહી એણે વાત આઘી ઠેલી.

‘એમ કર બેટા ! આપણાં કપડાં લઈ આવ. મારે તો હવે અહીં જ રહેવું પડશે. અત્યારે વહુને એકલી ન મુકાય. જોને ! રોઈ રોઈને કેવી અડધી થઈ ગઈ છે ! ને કુશનું ય ધ્યાન રાખવાનું ને ? બિચારો કેવો નિમાણો નિમાણો ફરે છે ? એનું મોઢું જોઈને મારી તો છાતી ફાટી પડે છે !….. ને તું પણ અહીં રહે તો નીલિમાને થોડી કંપની મળે !’ સારું લાગ્યું નીલિમાને ! પતિના અવસાનને હજુ તો વીસ દિવસ થયા છે. ઘર આખું ખાવા દોડે છે !

કામકાજ આટોપી આડી પડી. થાક લાગ્યો છે, પણ ઊંઘ નહિ આવે. વિચારે ચડી ગઈ. પતિ સાથે કોર્ટ મેરેજ કરી આશીર્વાદ લેવા ગયાં ત્યારે તો સાસુ-સસરાએ ઘરમાં પગ પણ મૂકવા ન દીધો. અરે ! કુશના જન્મ પછી, એમનું મન કૂણું પડ્યું હશે, એમ માની પગે લગાડવા લઈ ગયાં તોય ધુત્કારી કાઢ્યાં હતાં ! પરજ્ઞાતિની વહુનો અસ્વીકાર-તિરસ્કાર તો ઠીક, દીકરાનેય કહી દીધું, આજથી તું અમારે માટે મરી ચૂક્યો છે ! જોકે અકસ્માતના સમાચાર સાંભળી દોડી આવ્યાં ખરાં ! કદાચ લોકલાજે ! પણ શ્રાદ્ધવિધિમાં ખાસ રસ લીધો નહિ. નીલિમાએ માત્ર એમની હાજરીથી સંતોષ માન્યો ને નર્મદાકિનારે ચાણોદ જઈ બધું આટોપી લીધું. બ્રાહ્મણોને દાનદક્ષિણા અને ગરીબોને ભોજન બધું એણે જ કર્યું.
અને આજે હવે તેડી જવા આવ્યાં છે ?
કેમ ?
પુત્રના કરુણ અવસાનથી એમનું હૃદય આળું થઈ ગયું હશે ? પૌત્ર કુશમાં પુત્રનો ચહેરો શોધતાં હશે ? થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગે છે…? જે હોય તે. નીલિમાએ મન મનાવી લીધું. ભલે રહે થોડા દિવસ, સારું લાગે છે. એમણે પણ દીકરો ખોયો છે. એકબીજાની હૂંફ ને ઓથ રહેશે. સાસુ-નણંદ અહીં આવી ગયાં, પણ ત્યાં સસરા ને દિયરનું જમવાનું શું ? એનો ઉકેલ પણ મળી ગયો. અહીંથી ટિફિન જવા માંડ્યું, પછી તો સસરા સવારથી આવી જાય, રાત્રે જમીને જાય. દિયર પણ અહીંથી જમીને કૉલેજ જાય. રાત્રે જમ્યા પછી ઘરે. પપ્પાની ગેરહાજરીમાં કુશને દાદા-કાકાના લાડ-પ્યાર તો મળવા જોઈએ ને ?

ઘરમાં બેની જગ્યાએ છ જણની રસોઈ થવા માંડી. નીલિમા વસ્તુઓ લાવવા-મૂકવામાં વ્યસ્ત રહેવા માંડી. ઘરનું આખું વ્યવસ્થાતંત્ર બદલાઈ ગયું. પહેલાં ઓછું કામ હતું, એ જાતે જ કરી લેતી. હવે તો કામવાળી રાખવી પડી. શરૂઆતમાં ‘જે હશે તે ચાલશે’ કહેનારાં સાસુમા ‘નીલિમા આ તો જોઈશે જ.’ કહી આદેશ આપતાં થઈ ગયાં છે ! અને લાવવામાં એકાદ દિવસ મોડું થાય તો માથે ફટકારે.
‘આ તો તારા માટે અહીં આવ્યાં છીએ એટલે તને કહેવું પડે ! મોટા ઘરે તો તારા સસરાએ કહેતાંની સાથે જ લાવી મૂક્યું હોય !’
‘તો અહીં પણ એ લાવી શકે છે. દીકરાનું જ ઘર છે.’ એવા શબ્દો હોઠ સુધી આવી જાય…. ને એ પાછા ગળે ઉતારી જાય ! એ લોકોની હાજરીથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું. શરૂઆતમાં ગમ્યું. ઉત્સાહથી દોડાદોડી પણ કરતી…. પણ થોડા જ દિવસમાં થાકી ગઈ. મહિનાની આખરે ખર્ચનો આંકડો મંડાયો ને એની આંખ ફાટી ગઈ. પહેલાં કરતાં ત્રણ ગણો ! પહેલાં તો રૂ. 2500 ઘરભાડું, રૂ. 500 વીજળી બિલ ને ચાર-સાડાચાર હજાર અન્ય ખર્ચ, કુલ સાત-આઠ હજારમાં આરામથી રહી શકાતું. હા, અનાજ-મસાલાની સિઝનમાં કે કપડાંની ખરીદી સમયે થોડો વધારે ખર્ચ થતો. આ મહિને વધારે વપરાશને કારણે વીજળીબિલ વધારે આવ્યું, કામવાળીનો ખર્ચ પણ વધ્યો, અનાજ-કરિયાણું-દૂધ-શાકભાજી મળી ખર્ચ થયો અઢારથી ઓગણીસ હજારનો ! આશરે અઢીથી ત્રણ ગણો !!

ભડકી ગઈ એ !
આ તો ઠીક છે, પતિ મિલકત મૂકી ગયા છે. જોકે એને તો કશી ખબર જ નહોતી ! બૅન્કમાં ક્યારેય ગઈ નહોતી. પતિ જ બધું સંભાળતા. કહ્યું હતું, ‘તને નિરાંતે બૅન્કમાં લઈ જઈશ. શીખવીશ ને સમજાવીશ.’ પણ એ બધું સમજાવે એ પહેલાં તો ચાલી નીકળ્યા ! ઘણીવાર કહેતા, ‘આ ભાડાનું મકાન ખાલી કરી આપણે પોતાનો ફલેટ લેવો છે.’ વળી વિચાર બદલે ‘ના ! ના ! કુશને ખૂબ ભણાવવો છે. પહેલાં એના અભ્યાસની વ્યવસ્થા પછી જ બીજું કાંઈ.’ અને એટલે જ કરકસરથી રહ્યા, આડોઅવળો કોઈ ખર્ચ નહિ, સવારે આઠથી રાત્રે આઠ સુધી દુકાનમાં મહેનત કરીને આટલું બચાવ્યું ! જોકે કેટલી રકમ છે, શું છે એને કાંઈ ખબર જ નહોતી. આ તો પતિના અવસાન પછી સોસાયટીમાં જ રહેતાં ને બૅન્કમાં નોકરી કરતાં અમરભાઈએ વાત કરી ત્યારે જાણ થઈ. એમણેય મદદ પણ ઘણી કરી. નીલિમા સાથે બૅન્કમાં જઈ ડેથ સર્ટિફિકેટ વ. આપી લોકર, એકાઉન્ટ વ. હસ્તગત કર્યાં ને ત્યારે જ ખબર પડી કે અઢી લાખની એફડી ને ચાર લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. દુકાનની ઉઘરાણી કદાચ તાજેતરમાં પતી હશે. એક જાતનો સધિયારો મળ્યો. પાસે સંપત્તિ તો છે ! માથેથી છત્ર ગયું, પણ સાવ ઉઘાડી ને નોધારી નથી થઈ ગઈ. ગુજરાન ચલાવી શકે એટલી મૂડી તો પતિ મૂકી જ ગયા છે !

બીજા મહિને પણ વીસ હજાર ખર્ચ થયો. શ્રાદ્ધવિધિ પર દસેક હજાર વપરાયા હતા. બે મહિનામાં પચાસ હજારનો ખર્ચ !!!!…… આંખ ફાટી ગઈ નીલિમાની ! સેવિંગ એકાઉન્ટમાં ચારમાંથી સાડા ત્રણ લાખ જ રહ્યા ! ના ! ના ! દીકરાના અભ્યાસ માટે પતિએ કમાયેલી ને કરકસરથી બચાવેલી રકમ આમ વેડફી ન નખાય ! આવક તો કાંઈ છે નહિ, જે કાંઈ છે તે મૂડી પર જ !… ખર્ચ પર કાપ મૂકવો જ પડશે !

એક બપોરે સાસુના શબ્દો કાનમાં પડ્યાં :
‘સાંભળો છો ? હવે તો વહુ ને કુશનું ધ્યાન રાખવા આપણે અહીં જ રહેવું પડશે. એવું કરીશું, ત્યાંનું મકાન ભાડે આપી દઈએ. ભાડાંની આવક તો થાય ! બૅન્કમાં મૂકી દઈએ તો કાલ સવારે દીકરીનાં લગ્નમાં કામ આવે ને અહીં કાંઈ આપવાની જરૂર નથી. વહુ પાસે મિલકત ઘણી છે. આપણો જ દીકરો મૂકી ગયો છે ને ?’
અચ્છા !…. આમ વાત છે. ક્યાંકથી જાણ થઈ એટલે જ અહીં ધામા નાખ્યા છે ! મારી એકલતા કે ઓથ માટે નહિ ! આ તો સંપત્તિના કારણે !
સમસમી ગઈ એ ! મનમાં કેટલાંય વંટોળ ઊઠ્યાં.
ભલે, કૌશિકનાં માતાપિતા છે. પુત્રની પાસેથી અપેક્ષા રાખે એ ઉચિત છે….. પણ દીકરાના જીવતા કોઈ સંબંધ નહિ અને હવે ?….. મારી સાથેનાં લગ્નના કારણે તો દીકરા સાથેનો સંબંધ કાપ્યો !!…. અને હવે દીકરાના અવસાન પછી વહુ સાથે નાતો જોડવાનો ? સમજાય છે, હવે તો ચોખ્ખું ને ચટ દેખાય છે. મારા પ્રત્યેની અનુકંપા કે સહાનુભૂતિ નથી !….. આ તો સંપત્તિનો પ્રતાપ ! બે-ત્રણ દિવસનાં મનોમંથન પછી એણે દઢ નિર્ણય લીધો. અમરભાઈની મદદ અને માર્ગદર્શન મળતા રહ્યા. એમને લઈ બૅન્કમાં જઈ આવી.

અઢી લાખની એફ.ડી ને સાડા ત્રણ લાખ સેવિંગ એકાઉન્ટના, કુલ છ લાખ એવી રીતે મૂકી દીધાં કે દર મહિને રૂ. 4500 વ્યાજની આવક મળે. એક રૂમ રસોડાનો નાનકડો બ્લોક આજ સોસાયટીમાં શોધી લીધો. રૂ. હજાર ઘરભાડું ને પાંચસો વીજળી બિલ. બાકી વધતા ત્રણેક હજારમાં ઘર તો ન ચાલે, પણ ખાસ ચિંતાનું કારણ નથી. ટ્યૂશન કરીને કે નાની નોકરી શોધીને આવક ઊભી કરશે…. ને જરૂર પડે મૂળ મૂડી તો છે જ !

બીજી બપોરે ઘરમાં સૌ આરામ ફરમાવતાં હતાં ને એણે મક્કમપણે કહી દીધું :
‘બા-બાપુજી, આજે ત્રીસ તારીખ. આવતી કાલે આ ઘર ખાલી કરી દેવાનું છે. મેં બાજુમાં નાનકડો બ્લોક ભાડે રાખી લીધો છે. અમારે મા-દીકરા માટે અત્યારે તો પૂરતો છે. તમારી લાગણી માટે આભાર કે તમે દોડી આવ્યાં ને બે મહિના મને સધિયારો આપ્યો….. પણ હવે હું મારા પગ પર ઊભી રહીશ ને કુશને સાચવીશ. ઈશ્વરની કૃપા કે તમારા દીકરાએ અમને સાવ નોધારા નથી છોડ્યાં !! ચાલો, સૌ પોતપોતાનો સામાન બાંધવા માંડીએ….’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારા વ્યક્તિત્વ વિકાસમાં ફાળો મારા પરિવારનો… – નીતા અજિત પંડિત
બે કૃતિઓ – સંકલિત Next »   

24 પ્રતિભાવો : ના !….હવે નહિ ! – કલ્પના જિતેન્દ્ર

 1. Darshanaparekh says:

  Very Nice. Very very nice.

 2. Mahesh Patel says:

  સુંદર લેખ

 3. RITA PRAJAPATI says:

  ખુબ જ ગમ્યુ
  એક્દમ વ્યવહારુ લેખ ચ્હે
  અભિનન્દન્…….

 4. Ankita says:

  ખુબજ સરસ લેખ છે

 5. અજબની ડિપ્લોમસીથી સમસ્યા ટાળી, અન્તે, પુરિ વાર્તા પર કબજો કરતા વાર્તા અતિ સુન્દર બની.
  સુખ-દુખમા સગા વહાલા શુ કામના??? એ તો આ રીતે જ કામ આવે, અલબત્ત પોતપોતાના મતલબથી!!!!!

 6. Asha says:

  વારતાની રીતે સારી હશે પરન્તુ મા-બાપ ની ભુમીકા બહુ નિમ્ન કક્ષાની આલેખી છે.

 7. shailesh says:

  તામાિર વાતા મા દમ છે

 8. Mayank says:

  સાચિ વાત છે.

 9. Dhara says:

  અતિ સુન્દર્.. ખરેખર્. મક્ક્મતા ને હિમ્મત આપે ..

 10. Vaishali Maheshwari says:

  Very nice story.

  Neelima handled the situation very well. Initially she welcomed her in-laws with an open heart and happily let them stay for 2 months, but later she understood their intentions:
  “પુત્રની પાસેથી અપેક્ષા રાખે એ ઉચિત છે….. પણ દીકરાના જીવતા કોઈ સંબંધ નહિ અને હવે ?….. મારી સાથેનાં લગ્નના કારણે તો દીકરા સાથેનો સંબંધ કાપ્યો !!…. અને હવે દીકરાના અવસાન પછી વહુ સાથે નાતો જોડવાનો ? સમજાય છે, હવે તો ચોખ્ખું ને ચટ દેખાય છે. મારા પ્રત્યેની અનુકંપા કે સહાનુભૂતિ નથી !….. આ તો સંપત્તિનો પ્રતાપ !”

  She could not afford spending so much money for her in-laws who were deceiving, at the cost of not giving good future to her son Kush with the hard-earned money that her husband had saved for his son’s bright future. She took a smart decision of moving to a smaller place and live her life independently.

  It is an inspiring story from a perspective that at some point in life, we have to become strong and think about all the pros and cons of continuing to live life in a certain way. Based on all that, one can take major decision which will affect life positively (as Neelima did in this story).

  Thank you for writing this and sharing it with us Ms. Kalpana Jitendra. I enjoyed reading it!

 11. Bhavana Pathak says:

  ખુબ સરસ ઉદાહરન.સમાજ ના પ્રતિભાવ નિ અને કોય શુ કહેશે એનિ પરવા કર્યા વગ્રર પોતાન સનતાન ન ભાવ્રિ માતે સમજ થિ નિર્નય લિધો.

 12. kavita dave says:

  એક્દ્મ જ સાચિ વાત્…

 13. bharat patel says:

  ખુબ સરસ વાર્તા . ક્લ્પ્ના તમે ખરેખર ખુબ સરસ લખો છો

 14. અતિ સુંદર…

 15. hema tolat says:

  very nice story.
  good and mature decision taken by nilima which shows us she is very strong and powerful to handle any situation and she will be successful to build very good future of her son kush.

 16. pravinbhai says:

  ખુબ જ સરસ વાર્તા છે.

 17. gita kansara says:

  સત્ય ને કદવેી વાસ્ત્વિકતા સમજાવતો લેખ્.વાર્તાનો અન્ત ઘનુ બધુ સમજાવેી જય ચ્હે.

 18. Paresh Dhiravani says:

  really, excellent and heart touching story I like very much

 19. Arvind Patel says:

  સ્વાર્થ માણસને શું નથી કરાવતો !! સ્વાર્થી અને લાલચુ સગાઓ હોય તેના કરતા ના હોય તે સારું. પારકી દીકરી આપણી દીકરી બરાબર છે. તેના દુખને પરિવાર નું દુખ સમજી તેની સાથે ઉભા રહેવું અને તેને સ્નેહ અને હૂફ આપવી તે જરૂરી છે. પણ સ્વાર્થથી ભરેલા લોકો તેને શું સમજે !! હે ભગવાન બધાને સદ બુદ્ધી આપજે !!

 20. Subodhbhai says:

  TIT FOR TAT(.) HAD THE ATTITUDE OF A PARENT BEEN POSITIVE TOWARDS DAUGHTER IN LAW EARLIER, SHE WOULD NOT HV TAKEN SUCH STEP.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.