બે કૃતિઓ – સંકલિત

[1] મન થઈ આવ્યું…! – રસિક દવે

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી રસિકભાઈનો (માણાવદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rasikdave@behad.in અથવા આ નંબર પર +91 98791 25196 સંપર્ક કરી શકો છો.]

અધર પર સ્મિત થઈ બેસી જવાનું મન થઈ આવ્યું,
થઈ ખંજન એ ગાલે બેસવાનું મન થઈ આવ્યું.

છલોછલ પ્રેમના અમૃત સરોવર એ હશે નક્કી,
નહીંતો શીદ નયન તારા, થવાનું મન થઈ આવ્યું ?

હશે કાળાશમાં શક્તિ અવરના દિલમાં વસવાની,
નહીંતો શીદ મને કાજળ થવાનું મન થઈ આવ્યું ?

સળગતી યાતના જેવું તમારૂં રૂપ જોઈને,
શમ્માને પણ પતંગા થઈ જવાનું મન થઈ આવ્યું.

ઉપેક્ષા પણ તમારી એટલે અમને ગમી ‘બેહદ’,
ફના થાવાનું તારા રૂસણા પર મન થઈ આવ્યું.
.

[2] સ્વ વિદાય – નવીન જોશી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીનવીનભાઈ જોશીનો (ધારી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સરનામે સંપર્ક કરી શકો છો.]

હતું બધું તે હારી ચાલ્યાવ કહેવું હોય તે કહે
આમ અમે પરવારી ચાલ્યા કહેવું હોય તે કહે

હતું કશું કયાં કાંઇ અમારું જેને છોડી જઇએ
લોક કહે અલગારી ચાલ્યામ કહેવું હોય તે કહે

વેદ ઋચા ને ઋષીલ મંત્રના પડઘા છોડી પાછળ
જગ્યાહ અમારી ધારી ચાલ્યાહ કહેવું હોય તે કહે

શ્વાસોશ્વાસ ગણેલા તેના અંતિમ શ્વાસે ઊભા
અમે મરણ પથારી ચાલ્યાગ કહેવું હોય તે કહે

પત્નિ બાળક માતા પિતા સંબંધો તકલાદી
છોડી ગગન અટારી ચાલ્યા કહેવું હોય તે કહે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “બે કૃતિઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.