અજનબી – હર્ષ બ્રહ્મભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.]

અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી,
હવે થઈ ગયું આ વતન અજનબી.

લડ્યો છેક સુધી હું જેને લીધે,
અરે ! નીકળ્યું એ જ મન અજનબી.

પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
જનમથી રહ્યું છે જીવન અજનબી.

ફરી ક્યાંક બીજે હવે જન્મશું,
અડું છું તો લાગે છે તન અજનબી.

બધું એકસરખું બીબાંઢાળ છે,
પ્રથમથી જ વાતો પવન અજનબી !


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પુષ્પનો પગરવ – ઉર્વીશ વસાવડા
મુક્તકો – હેમેન શાહ Next »   

6 પ્રતિભાવો : અજનબી – હર્ષ બ્રહ્મભટ્ટ

  1. Ketan patel says:

    Cool ,nice , good

  2. Yogesh Joshi says:

    સરસ ગઝલ્.નામ તેવિ રચના
    We living out side India read this gazal,essay and good article through http://www.readgujarati.com.
    Thanks Mrugeshbhai.

  3. વાહ ! વાહ ! શુ ક્માલની સુન્દર રચના છે.
    જન્મ-મ્રત્યુ વચ્ચેના દરેક મુકામ-સબન્ધોમા અજનબી રહ્યા.
    ક્રુપા, હવે ભ્રામક પુનજ્ન્મની ખોટી મધલાળ ના પડાવો !
    સહેજે અતીશયોકિત નથી, પણ અજનબીની આ રચનામા મને, મે ભાળ્યો !

  4. Hasmukh Sureja says:

    એકે એક શેર ચોટદાર! ખુબજ ઓછા શબ્દોમા સરસ ગઝલ…. બહુ ગમી.

  5. yogeshbhatt says:

    પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
    જનમથી રહ્યું છે જીવન અજનબી.

    ખરુ જીવન દર્શન છે, જીવન અજનબીજ રહેવાનું છે, છેક સુધી….
    ખુબ ગમી, બ્રહ્મભટ્ટ સાહેબ.

  6. chaudhari vaishali ganeshabhai says:

    superb sir

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :