અજનબી – હર્ષ બ્રહ્મભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.]

અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી,
હવે થઈ ગયું આ વતન અજનબી.

લડ્યો છેક સુધી હું જેને લીધે,
અરે ! નીકળ્યું એ જ મન અજનબી.

પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
જનમથી રહ્યું છે જીવન અજનબી.

ફરી ક્યાંક બીજે હવે જન્મશું,
અડું છું તો લાગે છે તન અજનબી.

બધું એકસરખું બીબાંઢાળ છે,
પ્રથમથી જ વાતો પવન અજનબી !

Leave a Reply to chaudhari vaishali ganeshabhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અજનબી – હર્ષ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.