[‘શબ્દસૃષ્ટિ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.]
અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી,
હવે થઈ ગયું આ વતન અજનબી.
લડ્યો છેક સુધી હું જેને લીધે,
અરે ! નીકળ્યું એ જ મન અજનબી.
પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
જનમથી રહ્યું છે જીવન અજનબી.
ફરી ક્યાંક બીજે હવે જન્મશું,
અડું છું તો લાગે છે તન અજનબી.
બધું એકસરખું બીબાંઢાળ છે,
પ્રથમથી જ વાતો પવન અજનબી !
6 thoughts on “અજનબી – હર્ષ બ્રહ્મભટ્ટ”
Cool ,nice , good
સરસ ગઝલ્.નામ તેવિ રચના
We living out side India read this gazal,essay and good article through http://www.readgujarati.com.
Thanks Mrugeshbhai.
વાહ ! વાહ ! શુ ક્માલની સુન્દર રચના છે.
જન્મ-મ્રત્યુ વચ્ચેના દરેક મુકામ-સબન્ધોમા અજનબી રહ્યા.
ક્રુપા, હવે ભ્રામક પુનજ્ન્મની ખોટી મધલાળ ના પડાવો !
સહેજે અતીશયોકિત નથી, પણ અજનબીની આ રચનામા મને, મે ભાળ્યો !
એકે એક શેર ચોટદાર! ખુબજ ઓછા શબ્દોમા સરસ ગઝલ…. બહુ ગમી.
પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ?
જનમથી રહ્યું છે જીવન અજનબી.
ખરુ જીવન દર્શન છે, જીવન અજનબીજ રહેવાનું છે, છેક સુધી….
ખુબ ગમી, બ્રહ્મભટ્ટ સાહેબ.
superb sir