મુક્તકો – હેમેન શાહ

[‘નવનીત સમર્પણ’ નવેમ્બર-2007માંથી સાભાર.]

ધ્યાન બીજી ઓર સૌનું વાળજે,
જાળ બહુ બારીક છે, સંભાળજે.
પૂછશે સાદાં સમીકરણો જગત,
સીધો ઉત્તર આપવાનું ટાળજે.
***

આ રમતમાં તો કદી જિતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ,
એક ટીપા સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.
***

કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.
નહીં વેચાયું એ કારણથી કાવ્યનું પુસ્તક,
બધા જ રાહ જોઈ બેઠા’તા કે ભેટ મળે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “મુક્તકો – હેમેન શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.