એક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર.]

કુટુંબથી વિખૂટા પડી ગયેલા બેબસ ચહેરા
કમ્પ્યૂટરમાં ખોવાઈ જવા મથતા
ટચ-સ્ક્રીનને સ્પર્શ કરતાં કરતાં
કશાયને સ્પર્શી શકવાની ક્ષમતા
ખોઈ બેઠેલા
‘એક્સેલ’માં મીંડાંઓ ઉપર મીંડાં
મીંડાં ઉમેરી
મનોમન ખુશ થતા
બારી બહાર
ભૂરાં ભૂરાં વાદળ
કે કશુંય ન જોતા
ચહેરા
એકમેકની સામે કાટખૂણે જોઈ
લુખ્ખું લુખ્ખું હસી લેતા
અમથી અમથી વાતો કરતા
કે છાપાંની હેડલાઈનો
કે એવું તેવું જોતા
ન-જોતા
ચહેરા
રીસ્ટ-વૉચના વિખૂટા કાંટા જોઈ
ઘડીભર
વિમાસણમાં મુકાતા
અને
પછી સમયને બદલી નાખવા
કમર કસતા
ચહેરા.
આટલે ઊંચે પહોંચીને
પણ
પોતાનું આકાશ
ન જોઈ શકતા
ચહેરા….
….
ફલાઈટની ઘરરરરાટીમાં
એકાએક
ગુમ થઈ જતા
ચહેરા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “એક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.