પતંગ – રામુ ડરણકર

[ સૌ વાચકમિત્રોને આજના પતંગપર્વ એટલે કે મકરસંક્રાંતિની શુભકામનાઓ. પ્રસ્તુત બાળગીત ‘બાલમૂર્તિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યું છે.]

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી
વંટોળ – જગદીશ ધનેશ્વર ભટ્ટ Next »   

4 પ્રતિભાવો : પતંગ – રામુ ડરણકર

 1. Dinesh Gohil says:

  ખુબજ સરસ

 2. kedar says:

  ખુબ જ સુન્દર,અને મનોરન્જક કવિતા

 3. kedar says:

  ખુબજ સરસ

 4. gita kansara says:

  સરસ,પતન્ગપર્વનેી સુન્દર કાલ્પનિક કાવ્યરચના.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.