અઢળક ઝરી જાવું – દિનેશ દેસાઈ

ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું,
આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું ?

શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ,
તે છતાં ક્યાં પાલવે, એથી ડરી જાવું ?

નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં ?
છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું.

પારખે ના જે સમયને-ઠોકરો ખાતું,
તાજગી એમાં જ કે ખીલવું – ખરી જાવું.

આભ સૌનું પણ અલગ, સૌની ક્ષિતિજ એની,
હોય જે માંડ્યું નસીબે તે ભરી જાવું.

બાંધતાં કાંડે છતાં બાંધી શક્યું ના કોઈ,
છે સમયનું કામ તો સર સર સરી જાવું.

પાર ગોરંભો કરી ટહુકો જતો એળે,
તો ઉનાળું સાંજ થઈ અઢળક ઝરી જાવું.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’
કરો શું ? – ડૉ. કેતન કારીયા Next »   

4 પ્રતિભાવો : અઢળક ઝરી જાવું – દિનેશ દેસાઈ

 1. Bhumika says:

  very Nice

  બાંધતાં કાંડે છતાં બાંધી શક્યું ના કોઈ,
  છે સમયનું કામ તો સર સર સરી જાવું.

  so meaningful

 2. Kalidas V. patel { Vagosana } says:

  દિનેશભાઈ,
  મજામાં. કાળના પ્રવાહમાં આડેધડ તણાતા આપણે, સમયને શું બાંધવાના ?
  અને બાંધવો છે પણ શું કામ ? તેનું કામ છે સર સર સરી જવાનું… તો ભલેને સરે!
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }.. શાકુંતલ બંગલોઝ, સોલા રોડ, અમ-૬૧.

 3. અદભુત ગઝલ! મધુસુદન ઠકકર-પાટણ ૯૭૨૬૭૩૮૬૦૦

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.