વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’

અહો ! આવ્યો આવ્યો મુજ વતનમાં ને ઉર ભયો !
નવી-જૂની પેઢી જનજન મળ્યા તીરથ ફળ્યું !

નવા-જૂના ચ્હેરા પરિચિત થયા એક નજરે.
અને ચાલ્યો હું જ્યાં સરિત-પથનું વ્હાલ અદકું !

પરંતુ એ ક્યાંથી ઝળ નિરખતાં ટીપુંય મળે ?
અહો ! ન્હાતા કેવા ખળખળ વહેતાય જળમાં

ધુબાકા દૈ દૈ ને પરમ જ સખા સાથ મલતાં
હજુ ભીંજાયેલું તન જળ થકી આ પળ લગી !

અરે ! ખૂંચે રેતી મુજ નયનમાં જેમ જ કણા.
પછી જોવા ચાલ્યો અમે રખડતા સીમ-વગડે

વિહંગો ટૌક્યા ને સભર નયને મોલ નિરખ્યો !
વહ્યું ન્હેરોમાં ને સરિતજળ તો કામણ થયું !

ઠરી મારી આંખો મુજ વતન આબાદ નિરખી
નહાયો જાણે હું લચલચ અહો ! જોઈ ધરતી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.