કરો શું ? – ડૉ. કેતન કારીયા

ન પડઘા ય પાછા મળે તો કરો શું ?
જો શબ્દો જ ટાંચા મળે તો કરો શું ?

તમે ચૂપકીદીને ખૂબી તો ગણો છો,
કદાચે ય વાચા મળે તો કરો શું ?

મળે ક્યાંક રસ્તા, મળે ક્યાંક વસ્તી,
ન લોકો જ સાચા મળે તો કરો શું ?

ઊગાડી રહ્યા છો ઘણી માવજતથી,
સંબંધો જ કાચા મળે તો કરો શું ?

તમે છૂપવાના પ્રયત્નો કરો છો,
જો પડદા જ આછા મળે તો કરો શું ?

અપેક્ષા ઘણી વ્હાલની તો હશે પણ,
સમયથી તમાચા મળે તો કરો શું ?

પછી સૌ કહેશે નવું કંઈ કર્યું નહિ,
જો નક્કી જ ઢાંચા મળે તો કરો શું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “કરો શું ? – ડૉ. કેતન કારીયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.