તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
એક મીઠું આંગણે સરવર હતું, મા !
ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા !
સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા !
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !
12 thoughts on “મા – રતિલાલ સોલંકી”
મા કાવ્ય વાચિને ગદગદિત થયો ૧૦૦%શુધ્ધ પ્રમ મા
ખુબ સરસ કવિતા, સ્પર્શી જાય તેવી. અભિનન્દન.
A very heart-touching poem, indeed. Congrats a lot.
Your poem has reminded me my departed beloved mother whom I
miss a lot. In fact, your poem, although short but sweet, has
brought tears in my eyes.
સન્સારની શરૂઆત થી પુર્ણ વિરામ.ઍટલે મા !
it’s so good i like
very nice poem. Its nice & touch everyone harts.i like this sentence. આ સરસ છૅ.
મા તે મા બિજા વગડા ના વા
મા તે મા બિજા બધા વગાદા ના વા
ભાઇ સરસ લખો ૬ મા ના આસિરવાદ સાદા તમરિ સાથ રહે
ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા !
ખરેખર અદભૂત !!!!!!!!!!!!
આંખમાં આંસું આવી ગયા.
મા જેવુ કોઇ નથિ દુનિયા મા.
–
I am speechless!