પાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

અખિલેશનું અકસ્માતે અવસાન થયું પછી અક્ષરા છ મહિના સુધી સાસરે રહી. અક્ષરા અને અખિલેશના પાંચ વર્ષના લગ્નજીવન પછી બનેલી આ દુર્ઘટનાથી સાસરિયાં અક્ષરા પર નારાજ હતાં. તેમના મતે અક્ષરા અમંગળ પગલાંની અને અપશુકનિયાળ હતી ! અક્ષરાને ત્યાં ત્રાસ થવા માંડ્યો. તિરસ્કાર, અપમાન અને મેણાં-ટોણાં સહન ન થયાં એટલે એ એના ત્રણેક વર્ષના પુત્ર દીપને લઈને ત્યાંથી નીકળી ગઈ.

સાસરેથી પિયર પાછી આવી ત્યારે ઘરનું બધું વાતાવરણ સાવ બદલાઈ ગયેલું હતું. યુવાન પુત્રીને વિધવા થઈ પાછી આવેલી જોઈને બિચારી બાનો આત્મા તો કકળીને રહી ગયો પણ હૃદયરોગના દર્દી એવા બાપુજી તો છ મહિના પહેલાં જ જમાઈના અકસ્માત અવસાનના સમાચાર આવ્યા ત્યારે જ હાર્ટઍટેકથી ગુજરી ગયા હતા. બાપુજી વગરના ઘરમાં બા તન, મન અને ધનથી પરવશ થઈ ચૂકી હતી. બાપુજીની મરણમૂડી જેવી થોડી રકમનું વ્યાજ બાને મળતું. એ રકમ પણ બા દર મહિને પુત્રને જ આપી દેતી હતી જેની સાથે બા રહેતી હતી. એ મોટાભાઈને ત્યાં બાએ અક્ષરાને આશ્રય આપ્યો. પણ બાના મનમાં હંમેશા ફડક રહેતી હતી કે દુઃખની મારી પોતાના આશ્રયે આવેલી દીકરીને પુત્ર કે પુત્રવધૂ કશુંક કડવું વૅણ ન કહી દે….!’

અક્ષરા અખિલેશ સાથે પરણી ત્યારે એ એક મલ્ટીનેશનલ ફાઈનાન્સ કંપનીમાં ઍક્ઝિક્યુટિવ હતો. ખૂબ સારા પગારની નોકરી હતી. અક્ષરાને પ્રેમથી રાખતો. એના માટે કિંમતી ડ્રેસીસ, સાડી ને દીપના કપડાં વગેરે અવારનવાર લઈ આવતો. એનું જીવનધોરણ ઊંચું હતું. એ જીવન જીવવા અક્ષરા અને દીપ ટેવાયેલાં હતાં… પણ નસીબજોગે અક્ષરા જે ભાઈના આશ્રયે આવી એ ભાઈ સહકારી બૅન્કનો કલાર્ક હતો અને બા પણ એના જ આશ્રયે હતી. ભાઈએ નવું મકાન લીધું હતું…. એમનો હાથ ભીડમાં તો હતો જ છતાં ભાઈએ ક્યારેય કશું કહ્યું ન હતું પણ, ભાભી વાતવાતમાં કહી દેતી : ‘તમારા ભાઈનો પગાર પૂરો નથી પડતો સમજ્યાં, નાનીબેન ? આ મકાનની લોનનો હપ્તો કપાય છે એટલે પગાર અરધાથીયે ઓછો હાથમાં આવે છે, એમાં આ મોંઘવારીમાં ઘરનું પૂરું કરવું ય મુશ્કેલ છે…..’

અક્ષરા ભાભીની વાત ગળી જતી. પણ….
એકવાર એણે ભાઈ અને ભાભીની વાત સાંભળી. ભાભી ભાઈને કહેતી હતી : ‘જુઓ, આપણે એક એક પાઈ વિચારીને ખર્ચ કરીએ છીએ. અને આ તમારી બેન-ભાણેજ નાની નાની બાબતમાં કેટલું ખર્ચ લગાડી દે છે એ જાણો છો ?’ રૂમની બહાર ઊભેલી અક્ષરા થીજી ગઈ હતી. ભાભીએ આગળ ચલાવ્યું :
‘આ બંને મા-દીકરો આવ્યાં છે ત્યારથી દૂધની ત્રણને બદલે પાંચ થેલી લેવી પડે છે. સાડા ત્રણ વર્ષના એના છોકરાને અનાજના બદલે દૂધ જ જોઈએ છે….!’
અત્યાર સુધી પત્નીની વાત સાંભળી રહેલા ભાઈએ કહ્યું : ‘હું અક્ષરા અંગે બા સાથે વાતચીત કરીશ. બા અને અક્ષરાને ગામડે મોકલી દઈશું. ત્યાં પોતાનું ઘર છે, બાને થોડું વ્યાજ મળે છે અને થોડી અહીંથી મદદ કરીશું….’
‘મદદ કરી શકીએ એવી આપણી સ્થિતિ છે ?’ ભાભીએ પૂછ્યું.
પણ ભાઈએ કહ્યું : ‘આપણી સ્થિતિ ગમે તે હોય પણ આપણી ફરજ છે ને….?’
‘એ મા-દીકરાની પણ ફરજ છે કે આપણી સાથે રહેવું હોય તો આપણી આવકની મર્યાદામાં રહેવું !’ ભાભીએ છણકો કર્યો : ‘પણ તમારી બહેન તો બિઝનેસ ઍક્ઝિક્યૂટિવની પત્ની હોય એવી વી.આઈ.પી. લાઈફ જીવે છે.’

બંને ચૂપ થઈ ગયા. બીજા દિવસે અક્ષરા એની ફ્રૅન્ડ મેઘાને મળી. મેઘાએ એકવાર એક કંપનીમાં જૉબની ઑફર અક્ષરાને કરેલી પણ ત્યારે એને નોકરી કરવાની ઈચ્છા અને મૂડ કશું ય નહોતું. પણ આખરે અક્ષરાએ રાજેશ ઍન્ડ કું.માં નોકરી સ્વીકારી લીધી. રાજેશ ઍન્ડ કું. એ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ રાજેશ ગોયલની ઑફિસ હતી, જ્યાં અક્ષરાને માસિક ત્રણ હજારના પગારની નોકરી મળી હતી. મેઘા અને મિ. રાજેશ ગોયલ પાસે લઈ ગઈ અને એ જ દિવસે અક્ષરાએ એ નોકરી સ્વીકારી લીધી. ભાઈના ઘરની છતનો આશરો તો હતો જ, એમાં માતા-પુત્રના ખર્ચ માટે એ ત્રણ હજાર રૂપિયા પૂરતા નહીં તો ય ઉમેરારૂપ તો હતા જ. એટલે મોટાભાઈએ પણ નિરાંતનો દમ ખેંચ્યો. અક્ષરા સીટી બસ ભાડા પેટે સાડા ત્રણસો રૂપિયા રાખી બાકીનો પૂરો પગાર ભાભીના હાથમાં મૂકી દેતી. સમયનું ચક્ર ચાલતું થયું. ત્રીસ વર્ષની યુવાન વયે અક્ષરાને લાગતું કે એનો યુવાન ચહેરો તરડાઈ ગયો છે અને ત્વચા શુષ્ક થઈ રહી છે ! પોતે જાણે વૃદ્ધાવસ્થા તરફ ઝડપથી ધસી રહી હોય એવું અક્ષરાને લાગતું હતું. આસમાની સાડી-બ્લાઉઝ પહેરેલી અક્ષરા ક્ષણો સુધી અરીસા સામે ઊભી રહીને પોતાના કોરાકટ કપાળ અને સૂના થયેલા ભાગ્યને જોતી રહેતી.

ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ રાજેશ ગોયલ પિસ્તાલીસ વર્ષીય પ્રૌઢ પુરુષ હતા. એમણે એક દિવસ અક્ષરાને બોલાવીને કહ્યું :
‘અક્ષરા, તેં મને આજ સુધી કશી વાત કેમ ન કરી ?’
‘શાની સર ?’ અક્ષરા રાજેશની સામે જોઈ રહી.
રાજેશે કહ્યું : ‘આજે બૅન્કમાં તારા મોટાભાઈ સાથે મુલાકાત થઈ ગઈ. એમણે મને તારી આખી સ્ટોરી કહી… વૅરી સૅડ…..!’ અક્ષરા લાચારીથી સાંભળી રહી.
રાજેશે કહ્યું : ‘તારી કહાણી સાંભળ્યા પછી મને લાગ્યું કે મેં તને આજ સુધી બહુ ઓછો પગાર આપ્યો છે…’
‘ના સર, એવું કશું નથી.’ અક્ષરા માંડ માંડ બોલી શકી : ‘હું ખુશ છું.’
રાજેશ પોતાની ચૅરમાંથી ઊઠીને અક્ષરાની નજીક આવ્યો : ‘આજથી તારો પગાર પાંચ હજાર રૂપિયા…’
‘પાંચ હજાર…..?’ અક્ષરા પથ્થરનું શિલ્પ થઈ ગઈ.
‘હા.’ રાજેશે અક્ષરાના બંને ખભા પર હાથ મૂકીને એને હચમચાવી : ‘ને તારે અહીં મારી સામે ચૅમ્બરમાં જ બેસવાનું છે….. યુ આર માય પર્સનલ સૅક્રેટરી……’ રાજેશના હાથ અક્ષરાના બંને ખભે હતા એ ખસેડવા અક્ષરાએ પ્રયાસ કર્યો પણ રાજેશે એની પક્કડ મજબૂત બનાવી ને બોલ્યો :
‘અક્ષરા તું એકલી જીવે છે. મારે તારી જરૂર છે. મારી પત્ની બુઢ્ઢી થઈ ગઈ છે…. મારે તારા જેવી એક સુંદર સ્ત્રીની જરૂર છે.’
‘સૉરી…’ અક્ષરાએ ગુસ્સાથી રાજેશના હાથ ફંગોળી દીધા : ‘તમારે સ્ત્રીની જરૂર હશે પણ મારે તમારી રખાત બનવાની જરૂર નથી…. મિ. ગોયલ… આઈ એમ લીવીંગ….’ ને અક્ષરા ચૅમ્બર છોડી બહાર નીકળી ગઈ.

અક્ષરા ઘેર પહોંચી ત્યારે બાએ એના હાથમાં એક કવર મૂકતાં કહ્યું : ‘દીકરી આ નોટિસ આવી છે.’ અક્ષરાએ નોટિસનો કાગળ વાંચ્યો. અક્ષરાના સસરાએ વકીલ દ્વારા એવી નોટિસ આપી હતી કે દીપ તેમના પુત્ર અખિલેશનો પુત્ર એટલે તેમનો પૌત્ર છે એ નાતે દીપને સોંપી દેવો અને જો દીપ તેમને નહીં સોંપી દેવામાં આવે તો પોતે અદાલત દ્વારા દીપનો કબજો મેળવશે…. એમ પણ જણાવ્યું હતું.
અક્ષરા રડી પડી.
‘બા, હું દીપ વિના નહીં જીવી શકું….’
પણ બા કશું ય બોલી નહીં. એ રાત્રે મોટાભાઈએ અક્ષરાને સમજાવી : ‘અક્ષરા, આપણે દીપ એમને સોંપી દઈએ…. એમાં જ ભલાઈ છે… આમ પણ દીપ આપણા માટે તો પારકી થાપણ જ ગણાય….’
‘હું એની મા છું. એ પારકી થાપણ નથી….’ અક્ષરા બોલી : ‘ગમે તે થઈ જાય, ભલે એમને કોર્ટમાં જવું હોય તો જાય પણ હું દીપ એમને તો નહીં જ સોંપું….’
‘પણ કૉર્ટ કચેરી અને વકીલના ખર્ચા…..?’ બા બોલી, ‘આપણું ગજું નથી, બેટા.’
‘કોર્ટમાં એ લોકો હારી જ જશે, બા….’ અક્ષરા બોલી, ‘આપણે લડવું પડશે એટલું જ. બાકી કાયદો આપણી ફેવર કરશે, આપણે જીતી જઈશું…..’
‘પણ જીતવા માટે કેસ તો લડવો પડશે ને ?’ ભાઈએ પૂછ્યું.
‘કેસ લડવો પડશે તો લડીશું, મોટાભાઈ…..’ અક્ષરા મક્કમતાથી બોલી, ‘એમ દીપને મારાથી એ લોકોના હવાલે તો નહીં જ કરાય…..’ બા, મોટાભાઈ અને ભાભી – ત્રણેયના ચહેરા વિલાઈ ગયા.
‘જો, અક્ષરા….’ મોટાભાઈ ગંભીરતાથી બોલ્યા : ‘મારી પાસે કોર્ટ કચેરીના ખર્ચા કરવા માટેના રૂપિયા નથી… હું તને એ માટે રાતી પાઈની પણ મદદ નહીં કરી શકું…. એટલે તું પહેલેથી જ બધું વિચારીને કરજે….’ પછી મોટાભાઈ ઊઠીને ચાલ્યા ગયા… અને પાછળ પાછળ ભાભી પણ ચાલી ગઈ… અક્ષરાએ બા તરફ જોયું… એટલે બા પણ ઊઠીને એની રૂમમાં ચાલી ગઈ…. અક્ષરા રડી પડી…. આખી રાત રડતી રહી….!

બીજે દિવસે અક્ષરા નોકરી પર હાજર થઈ ચૂકી હતી… એણે રાજેશ ગોયલના પ્રસ્તાવ મુજબની પાંચ હજારની નોકરી સ્વીકારી લીધી હતી…..!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તારી પૂર્ણતા ગઈ અડી મને….. – જયદેવ માંકડ
ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર Next »   

23 પ્રતિભાવો : પાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ

 1. Raj says:

  મજબુરીના કારણે રખાત બનવાનું પણ સ્વીકાર્યુ, એક સ્ત્રીના એંગલથી ખરેખર કરૂણતા છે. પણ જેમને આવી વાતો નો ખ્યાલ નથી હોતો તેઓને આવી વાર્તા દ્વારા શિખવાડીએ પણ છીએ કે આ રીતે કોઇની મજબુરીનો લાભ પણ લેવાય. – આ વાર્તાનો બીજો એંગલ પણ ખરો કે નહિં ?

 2. Maulik says:

  Totally illogical story. This thing dosent contain a single element of a story. મનઘંડ્ત તરંગો નુ લેખીત સ્વરુપ.

 3. Bhumika says:

  ખુબ જ હ્દયદ્રાવક! શુ સ્ત્રી નો જન્મ જ લાચારી ભોગવવા થયો છે.શુ જન્મ આપનાર મા,ભાઇ,પિતા,બેન… ની કોઇ જ ફરજ નહીં? ધિક્કાર છે આવા સમાજ ને. શુ સ્ત્રી ને થતા અન્નાય માટે સ્ત્રી ને લડવા નો પણ હ્ક્ક નહિ.

  મા તે મા! પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

  • sumeet says:

   ભૂમિકા હૂં આપની સાથે સહમત છું. ખુબજ હૃદય દ્રાવક. પરંતુ ગરીબી અને સમસ્યા ચેપી રોગો છે. બંને સાથેજ આવે છે. સમાજ કરુણતા અને મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. પણ મને લાગે છે કે ક્યારેક સ્ત્રીઓજ સ્ત્રીની લાચારી સમજી શકતી નથી. જેમ અક્ષરાની માતા અને ભાભીજ ઉભા થઇ ને ચાલ્યા ગયા તો બીજા પર શું આશા.

 4. k says:

  There is one more angle to it. Which is lack of planning. Had Akshara and her husband planned their life well and saved while the husband was alive and earning pretty well. They could have been in much better position. At minimum an Insurance. This story should be referred by all young couples. I dont see any fault with the family. Akshra needs to fight on her own, and pay for not planning her life well.

 5. AG Hingrajia says:

  કથા કરુણ છે પણ તેને કોઇ સકારત્મક આયામ નથી.

 6. એક સુન્દર વાર્તા. અક્ષરા એક ” મા ” છે અને મા પોતાના સન્તાન માટે શુ શુ ન કરે ????? એના નિર્ણયની આલોચના કરનારા આપણે કોણ?
  વર્શો પહેલા વાચેલી એક વાત. એક નીસહાય વીધવા બે નાના સન્તાનોની મા, જીવન નિર્વાહ મજબુરીથી રાત્રે બે-ત્રણ કલાક બહાર જતી, શરુ શરુમા ત્યારે નાનુ બાળક ખુબ રડતુ. થોડા સમયમા નાનુ બાળક સમજી ગયુ કે જે જે દિવસે મા બહાર જાય ત્યારે ખાવા મળતુ અને ન જાય તો ભુખ્યા રહેવુ પડતુ! એક દિવસ મા બહાર જવા અસમર્થ હોવાથી સુતી હતી ત્યારે નાનુ બાળક માને ઉઠાડી પુછે છે, મા તુ આજે ક્યારે બહાર જવાની? ? અને મા રડવા લાગે છે, બાળક પુછે છે મા કેમ શુ થયુ? મા કહે છે, એ તને ના સમજાય કહેતા, બહાર જવાની તઇયારી કરવા લાગી.

 7. Vaishali Maheshwari says:

  Nice story, but sad. Definitely gives wonderful messages…

  (i) It is pity to digest the truth that people are taking undue advantage of someone’s helplessness. In this story, Akshara’s boss, Mr. Rajesh Goyal is taking undue advantage of the situation. If he really wanted to help Akshara, he could have helped in a positive way, but no, his intentions were not good.

  (ii) No one is supporting Akshara in her family so that she can keep her kid with herself, but here I believe we cannot blame the family. They could have tried to help, but again, they have their own expenses that they feel are priority at this point, so it is difficult to reach to a conclusion here.

  (iii) This is definitely important. Akshara’s husband Akhilesh was working on a very good position and earning good amount of money, but he failed in future planning. We all should understand that we never know what is going to happen at the next moment, so we should definitely enjoy our present life, but at the same time, being on a responsible position in the family like Akhilesh (head of the family), future planning is very important. Akshara is also responsible. They both – husband and wife, should have decided to spend wisely and save some amount for future too.

  Thank you for sharing this wonderful story with us Shri Atulkumar Vyas. Enjoyed reading and thinking through it 🙂

 8. NAVINBHAI RUPANI U.S.A. says:

  Good Int..Story………………..

 9. Bipin says:

  અક્ષ્રરાએ પતિના અવસાન પછી, પોતાના ભાઈ-ભાભી અને માતા સાથે રહી, વહેલી તકે પોતાના બાળકને સ્વીકારે તેવા યોગ્ય પાત્ર સાથે પુનઃલગ્ન કરી લઈ, પોતાનું શેષ જીવન અને બાળકનું ભાવી જીવન અન્ય લોકોની લાચારી થી મુક્ત કરવાનું અને ઉજ્જળ બનાવી લેવા જેવું હકારાત્મક દ્રષ્ટીકોણથી વિ ચારવું જોઈએ.

  • jignisha patel says:

   સાચી વાત આજ કાલ તો પુર્નઃવિવાહ સમાજ મા આવકાર્ય છે. અક્ષરા માટે તો સહેલું જ રહે બીજા લગ્ન કરવા. તેને કોઇ આધાર નહોતો. તેના ભાઈ ને કહિ ને બીજા લગ્ન માટે વાત કરી હોત તો ભાઇ અને ભાભી બન્ને મદદ કરત તેને.શા માટે તેણે સામે ચાલીને ભાઈ ને ઘેર બોજ બનીને રહેવાનુ પસંદ કર્યુ?. એમ પણ આજ ના સમય મા કોઈ પણ ભાઈ તેની બહેન અને તેના દિકરા અને તેના પોતાના ફેમિલિ નો ખર્ચ ના જ ઉપાડી શકે.

 10. chintttal says:

  story ilogical 6 k true e samajava mate ma banavu pade to j akshara ni majaburi samjase.

 11. Nikhil Vadoliya says:

  this story is Good ..Story………………..
  nice………….

 12. SHILPA says:

  LIFE IS SO DIFFICULT FOR WOMEN.

 13. NEHA says:

  very sad and very true…agree with shilpa life is so difficult for women

 14. Kirankumar says:

  The end of the story should’t be sad. It would be very nice if the end was positive.

 15. TRUPTI says:

  મજબુરી માણસ પાસે નહીં કરવાના કામ કરાવવે છે. આજે પણ આપણો સમાજ એક એકલી સ્ત્રી ને સુખે થી જીવવા નથી દેતી અને તેનો ફાયદો ઉઠાવ્યા વગર રહેતા નથી.

 16. Reema says:

  LIFE IS SO DIFFICULT FOR WOMEN.

 17. Chirag says:

  મજબુરી નો લોકો કેવો ફાયદો ઊઠાવે છે અને લોકો કેવા સ્વાર્થી બની જાય છે… પોતા ના મતલબ માટે અને પોતાના સ્વાર્થ માટે લોકો શું નથી કરતા અને લોકો ને શું કરવું પડે છે!

 18. Amee says:

  @Reema @Shilpa
  Agree that Life is so difficult for women. But at the same time Life as a Man is also not that easy. Nowadays in this highest than ever inflation condition of our economy, Men also have to work extremely hard, overcome office politics, meet deadlines, maintain professional – personal life balance, provide for expensive child eduction, medical expenses, housing loans, social gifts and so on.
  I have seen my Husband, friends, relatives working hard to survive.

 19. kirti says:

  LIFE IS SO DIFFICULT FOR WOMEN.very sad and very true……………ohhhhhh

 20. dhara says:

  es duniya ne sabhi log matlabi hae….sab log apne kam se kam rakhate he…..Apna kud ka bhai or apni ma hi sath nahi deti to kisi or ki umid karna hi galat he..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.