ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર

[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઈશાન ખૂણેથી’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત આ પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક કરી શકો છો.]

[1] આરામની

વાત છેડી જ્યાં તમારા નામની,
ના રહી દરકાર આખા ગામની.

આપણી વચ્ચે ધબકતું છે હૃદય,
હો ભલે ચર્ચા જિસસ કે રામની.

હોય ઝંઝાવાતભરી જો આ સફર,
છોડ પરવા તું પછી અંજામની.

જડ દીવાલોથી કદી ના ઘર બને,
હોય તક્તી રામની કે શ્યામની.

બેફિકર જ્યાં શબ્દ ભેગો હું ભળ્યો,
જિંદગી જાણે મળી આરામની !
.

[2] શ્યામ તમે

તમારા ‘ટેસ્ટ’માં
સુદામાના તાંદુલ હતા
અને
હતી વિદુરની ભાજી,
અમારા મેનુમાં પણ
વાનગીઓની વણથંભી વણઝાર છે,
શું ખાવું ? વિમાસણ છે.
તમને મળ્યા
દુર્યોધન, શકુનિ, કંસ અને શિશુપાલ
અમારી યાદીમાં પણ
ઘણું બધું છે ગોપાલ !
તમે
યમુનાની ધરામાં ધુબાકા માર્યા
અમે પણ ક્યારેક
‘સ્વિમિંગ પુલ’માં
ડાઈવ મારીએ છીએ.
ગોકુળનાં દૂધ અને છાશ
તમારાં મનગમતાં પીણાં હશે,
અમારે પણ
અવનવાં ‘કોલ્ડ્રિંક્સ’ની આખી કતાર છે.
આમ જોઈએ તો
તમે અને અમે સરખાં છીએ !
અમારી પાસે નથી
કેવળ એક વાંસળી,
કે-નથી
તેમાં રેલાતા જીવનના સૂર.
અને એટલે જ
કદાચ શ્યામ
તમે ફક્ત તમે જ છો !
.

[3] હાઈકુ

પગદંડીની
વિકાસયાત્રા એ જ,
ઍક્સપ્રેસ વે !
****

સ્વજન સદા
દૂર જ વહી જતાં
વજન અર્પી !
****

શબ્દોમાંથી
ફૂટતી સરવાણી
ધન્ય મેઘાણી !
.

[4] તમે આવો

દરિયાને ભરતીની બીક
…….. તમે આવો ના મારી નજદીક.
…….. એકલ આ પગદંડી
…….. …….. અણજાણી અટવાતી
…….. ખુલ્લા આકાશ તળે
…….. નવોઢા શી શરમાતી
લાગે છે કેમ મને બીક ?
તમે આવો ના મારી નજદીક.
એક પછી એક એવા
…….. શમણાંના સથવારે
ઈચ્છાઓ લઈને મેદાનમાં
…….. મોકળાશ લઈને મહાલતી
ઊઘડે છે હળવેથી કેવી જરીક ?
તમે આવો ના મારી નજદીક.
પથ તો કપાય એની રીતથી,
…….. ડગલાં મપાય જુદી રીતથી.
મૌન થકી આપ્યો છે એવો ઉપહાર,
…….. જાણે રસ્તો કપાયો વાતચીતથી.
કઈ રીતે ઝીલી શકું ઝીંક ?
તમે આવો ના મારી નજદીક.

[કુલ પાન : 86. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા. અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ
કથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ Next »   

3 પ્રતિભાવો : ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર

 1. Hasmukh Sureja says:

  ખુબ જ સરસ, રમેશભાઇ…!

  “તમે આવો ના મારી નજદીક” ગીત ગમ્યુ…..

  “આપણી વચ્ચે ધબકતું છે હૃદય,
  હો ભલે ચર્ચા જિસસ કે રામની.”

  આ શેર થોડામા ઘણુ કહી જાય છે… ગઝલનો શ્રેશ્ઠ શેર….

 2. Bhumika says:

  બેફિકર જ્યાં શબ્દ ભેગો હું ભળ્યો,
  જિંદગી જાણે મળી આરામની !

  ખુબ જ સરસ!

 3. Kalidas V. Patel { Vagosana } says:

  રમેશભાઈ,
  આપનાં ગીતો ગમ્યાં. આશા રાખુ કે ઈશાનખૂણેથી શરુ કરેલી આ સફર ચારેય ખૂણે પ્રસરતી રહે, પ્રગતિ કરતી રહે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.