પ્રિય પ્રિયતમ – ભૂમિકા કે. મોદી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદીત સર્જક ભૂમિકાબેનનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumi.k.modi@gmail.com સંપર્ક કરી શકો છો.]

કંઇ કહેવું છે મારે તને,
સાંભળ ને જરા..

ક્યાં સુધી રહીશ દુર…
આવ મને મળ ને જરા…

વિશ્વાસે મારું વહાણ ચાલે,
ફગાવ આ વમળ ને જરા…

તું નહિ તો હું વળી કોણ,
હુંફ એક-મેકની આપણને જરા…

મેં તો ઓગાળ્યું અસ્તિત્વને,
તું પણ મારામાં ભળ ને જરા…

વિરહ તુજ આ તરસ્યા નયનમાં,
બની આંસુ ભીંજવ આ રણને જરા…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “પ્રિય પ્રિયતમ – ભૂમિકા કે. મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.