તમે કહો તો – તેજસ દવે

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી તેજસભાઈનો ખૂબ ખૂબ આબાર. આપ તેમનો આ સરનામે karaut_tushar@yahoo.com અથવા આ નંબર પર +91 9328330229 સંપર્ક કરી શકો છો.]

તમે કહો તો લખી દઉં આ ચોમસાનું ધાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ

પાદર બેસી રમતા’તા જ્યાં ઘણી ઘણીયે વાર
ઘર-ઘર રમતા હથેળીઓમાં ઉગી ગયો સંસાર

તમે કહો તો પતંગિયાની પાંખે હું બેસાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ

આંખોમાંથી આંસુ સાથે નીકળે લથબથ મોતી
મારી આંખો જૂની યાદને નવી રીતથી જોતી

તમે કહો તો પાછું વાળું સમયનું ગાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રિય પ્રિયતમ – ભૂમિકા કે. મોદી
અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ) Next »   

7 પ્રતિભાવો : તમે કહો તો – તેજસ દવે

 1. Ramesh Patel says:

  તેજસભાઈની વારંમવાર માણવી ગમે એવી કૃતિ…અભિનમ્દન.

  રમેશ પતેલ(આકાશદીપ)

 2. Hiren Trivedi says:

  ખુબ ખુબ સુન્દર રચના મજા આવિ ગઈ.

 3. બહુ સરસ્…..

 4. Hasmukh Shah says:

  અતિ સુન્દર રચના

 5. Kalidas V. Patel { Vagosana } says:

  તેજસભાઈ,
  આપની રચના ગમી. … પરંતુ,
  બીજી લીટી માં … ‘ ચોમાસાનું ‘ તથા
  ચોથી લીટીમાં … ‘ રમતાં ‘ હોવું જોઈએ. ટાઈપની ભૂલ હોઈ શકે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.