[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી તેજસભાઈનો ખૂબ ખૂબ આબાર. આપ તેમનો આ સરનામે karaut_tushar@yahoo.com અથવા આ નંબર પર +91 9328330229 સંપર્ક કરી શકો છો.]
તમે કહો તો લખી દઉં આ ચોમસાનું ધાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ
પાદર બેસી રમતા’તા જ્યાં ઘણી ઘણીયે વાર
ઘર-ઘર રમતા હથેળીઓમાં ઉગી ગયો સંસાર
તમે કહો તો પતંગિયાની પાંખે હું બેસાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ
આંખોમાંથી આંસુ સાથે નીકળે લથબથ મોતી
મારી આંખો જૂની યાદને નવી રીતથી જોતી
તમે કહો તો પાછું વાળું સમયનું ગાડુ
તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ
7 thoughts on “તમે કહો તો – તેજસ દવે”
તેજસભાઈની વારંમવાર માણવી ગમે એવી કૃતિ…અભિનમ્દન.
રમેશ પતેલ(આકાશદીપ)
thank u rameshbhai
ખુબ ખુબ સુન્દર રચના મજા આવિ ગઈ.
thank u hirenbhai
બહુ સરસ્…..
અતિ સુન્દર રચના
તેજસભાઈ,
આપની રચના ગમી. … પરંતુ,
બીજી લીટી માં … ‘ ચોમાસાનું ‘ તથા
ચોથી લીટીમાં … ‘ રમતાં ‘ હોવું જોઈએ. ટાઈપની ભૂલ હોઈ શકે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }