Archive for February, 2012

વિનીનું ઘર – ધીરુબહેન પટેલ

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2012માંથી સાભાર.] રઘવાયો થઈને એ જતો હતો. એ ઈચ્છતો હતો કે કોઈ એને ટપારે નહીં, જુએ નહીં, નિરર્થક વાતોનો કાદવ એના પર ફેંકે નહીં. એ જાણતો હતો કે આ બધું સહન કરવું જ પડે છે, સામે મોં મલકાવવું પડે છે, હાથ ફરકાવવા પડે છે. બે-ચાર શબ્દો પણ ગણગણવા પડે છે. આ બધું જરૂરી ....[વાંચો...]

નાનકડી રેખાઓ – મોહમ્મદ માંકડ

સુખી સંસારનું ચિત્ર, અગાઉથી દોરાઈ ગયેલું કોઈ તૈયાર ચિત્ર નથી. કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી. એ તો હર પળે દોરાઈ રહેલું ચિત્ર છે. થોડી નાની રેખાઓ એને સુંદર બનાવી શકે છે અને થોડી નાની રેખાઓ એને બગાડી પણ શકે છે. તો પછી, આજે એમાં થોડી નાનકડી સુંદર રેખાઓ શા માટે ન ઉમેરવી ? જો તમે પુરુષ ....[વાંચો...]

મલેરિયાનો મસીહા – હરીશ નાયક

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ’ શ્રેણીના 20 પુસ્તકો પૈકી ‘હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત પ્રેરક સત્યઘટના સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] તેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું ....[વાંચો...]

દિલનો અજંપો – ફાધર વાલેસ

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-1માંથી સાભાર.] જમ્યા પછી હું મારા રૂમ પર જતો હતો. બપોરનો તાપ હતો, એટલે થોડો આરામ કરવાનો વિચાર હતો. મકાનમાં કંઈક કામ ચાલતું હતું અને એ કામ કરનારા બે-ત્રણ મજૂરો પણ બપોરના તાપને માન આપીને ટિફિનનું ભોજન કર્યા પછી આરામ કરતા હતા. એમાંનો એક બરાબર મારા રૂમના બારણાની આગળ લાંબો થઈને સૂતો ....[વાંચો...]

સરવણી – નયનાબેન શાહ

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] હેમાંગના ચહેરા પર જોતાં મને અત્યંત દુઃખ થયું. હેમાંગ એટલે હાસ્ય. શબ્દનો પર્યાય. અમે કૉલેજમાં હતાં ત્યારે હું ઘણીવાર કહેતી, ‘હેમાંગ, તમારા કુટુંબમાં એક ભૂલ થઈ ગઈ છે. તારી ફોઈબાએ તારું નામ હેમાંગને બદલે હાસ્ય રાખવા જેવું હતું. પરીક્ષાનું ટેન્શન હોય કે તબિયત સારી ના હોય, કંઈ પણ મુશ્કેલી હોય તો તું ....[વાંચો...]

કેવી અજબ જેવી વાત છે ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] આ સૃષ્ટિ એક મોટું વિસ્મય છે, સર્જનમાત્ર વિસ્મય છે. એ વિસ્મયનો પાર પામવાનું ક્યાં સરળ છે ? પરંતુ વિસ્મયો ચમત્કારી હોય છે. ધરતીમાંથી બીજ ઉદ્દભવે છે, એ વિસ્મય ઓછો ચમત્કાર છે ? બીજનું છોડમાં રૂપાંતર થવું પછી એને ફળ-ફૂલ આવવાં આ ઘટના યાંત્રિક થોડી છે ? એમાં સંવેદનાની ગતિવિધિ છે…. ફૂલના રંગો ....[વાંચો...]

એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)

મેં તારો હાથ જરા જોરથી દબાવીને ઝાલ્યો હતો. બીક હતી કે કદાચ આ ભીડમાં તું મારાથી વિખૂટો ન પડી જાય. પરંતુ ખબર જ ન પડી કે ક્યા સમયે તારો હાથ સરકી ગયો મારા હાથમાંથી, રેતીની જેમ. હજી પણ મારા હાથમાં, તારા હાથની ભીનાશ, તારા હાથની ઉષ્મા, મને ખાતરી અપાવે છે કે તું મને ફરી મળીશ ....[વાંચો...]

નારીને…. – યૉસેફ મૅકવાન

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ક્યારેક તું આવે છે મારી સન્મુખ મધ્યરાત્રિનું તારકલચ્યું આકાશ લઈ પકડી મારી નજર-આંગળી લઈ જાય છે મને અનંતના ગુહ્યદ્વારમાં- જ્યાં નીરવતાના સ્નિગ્ધ તાપમાં લચી પડ્યાં છે સ્વપ્નનાં હરિયાળાં ખેતર….. ક્યારેક ઘૂઘવતા અર્ણવનાં ફેનિલ મોજાં પર ચંદ્રનો દીપ લઈ આવે છે મારી સન્મુખ તું. તારા પવનિલ હાથથી મારા રોમેરોમમાં શાતા ભરતી લઈ જાય ....[વાંચો...]

સભા – કિશોરસિંહ સોલંકી

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] હોળી નજીક આવી રહી છે એની ઉજવણી માટેની એક સભા ગામના પાદરપટે વિસ્તરેલા વડલાની નીચે ભરાઈ છે. એક અંગારો ઊભો થઈને બોલ્યો : ‘આ વખતે એ બધાની સામે એકી અવાજે કટિબદ્ધ થઈને લડવું પડશે.’ બીજાએ કહ્યું : ‘દર વર્ષે આપણે એવું જ કહીએ છીએ પણ છેલ્લી ઘડીએ ધૂળેટી બની જઈએ છીએ.’ ત્રીજાએ ....[વાંચો...]

આજ તું – અંજુમ ઉઝયાન્વી

[‘જુદો મિજાજ છે’ પુસ્તકમાંથી સાભાર.] જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું ! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું ! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું ! આવે ....[વાંચો...]