કરારપત્રક : ઍરેન્જ મૅરેજ કરતાં પહેલાં…. – એષા દાદાવાળા

[‘લેખિની’ સામાયિકમાંથી સાભાર.]

જરૂરી નથી કે આપણે એકબીજાની બધી જ
વાત પર સંમત થવાનું,
આપણે બંને, આખી જિંદગી
એકમેકને પ્રેમ કરવા સંમત થયાં
એટલું પૂરતું છે….!
બાકી આપણે સાથે હોઈશું પછી
આધિ-વ્યાધિ-ઉપાધિ
દરેકને જોઈ લઈશું.
એકબીજાને અનુકૂળ થવામાં જિંદગી
ખર્ચી નાખવાને બદલે
જેવાં છીએ તેવાં જ એકમેકને ગમીશું,
પ્રેમ કરીશું અને થોડું-ઘણું ઝઘડીશું પણ….!
એકમેકથી રિસાવવાનું બને તો
નર્યા વ્હાલથી મનાવી લઈશું એકમેકને
વારેવારે દર ચોથે દહાડે ‘હું તને પ્રેમ કરું છું’
એવું બોલી બોલી
આપણા પ્રેમને વ્યવહારુ બનાવવાને બદલે
એકાદી સાંજે સાવ અચાનક
વાતવાતમાં
હું આવું કશુંક કરી નાખું તો
‘હું પણ’ એવું બોલીને
આજે મૂકો છો, એટલાં જ ઉમળકાથી
ત્યારે પણ,
મારા હાથમાં તમારો હાથ મૂકી દેશોને ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – મધુમતી મહેતા
ઉઘાડ – પુરુરાજ જોષી Next »   

10 પ્રતિભાવો : કરારપત્રક : ઍરેન્જ મૅરેજ કરતાં પહેલાં…. – એષા દાદાવાળા

 1. એરેન્જ હોય કે લવ મેરેજ જેમા જરુરી બને છે;
  પરસ્પરનો અતુટ પ્રેમ અને વિશ્વાશ, છતાયે વિચારોમા પુરી સ્વતત્રતા .
  ઉજ્જ્વળ ભાવી,આશા,સ્વપ્નાઓના અન્તીમ લક્ષે પહોચવા એકરાગીતા સાથેના બેવડા પ્રયત્નો છતા રસ્તાઓ ભલે અલગ.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   એકદમ સાચી વાત છે, મુ. કરશનભાઈ. અદમ્ય ઉત્સાહથી અને સંપૂર્ણ વિશ્વાસથી એક બીજાનું પાણિગ્રહણ કરવું … એટલે જ લગ્નબંધન !
   એષાબેનનો આ કરારપત્રક ફેરા ફરતી વખતે વર-કન્યાને બોલાવવા જેવો ઉત્તમ છે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. gulamhusen says:

  excellent story

 3. ankit says:

  ખુબ જ સુંદર…લવ મેરેજ માટે પણ આ વાત એટલિ જ લાગુ પડે છે…

 4. janardan says:

  Thanks to ReadGujarati team.
  very good story.

 5. pallavi says:

  ખૂબ સરસ વાત કહી.
  પલ્લવી.

 6. Ashish Dave, Sunnyvale California says:

  Too good…
  Ashish Dave

 7. Nimish Rathod says:

  Beautiful…

 8. Mohit Joshi says:

  very very nice

 9. vipul patel says:

  vary nice story this is for love marriage and arrange marriage

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.