પ્રાર્થના-ગઝલ – હર્ષદ ચંદારાણા

સ્થિર રહું એવી મને ગતિ આપજે
અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે

હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ-
માત્ર તારામાં મને રતિ આપજે

દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’
આધિ-વ્યાધિમાં મને યતિ આપજે

સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા
આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે

ધ્યાનથી કરું ને કરાવું પ્રાર્થના-
એટલું બળ, તું તારા વતી આપજે

ના ગમે – હું આદરું તારી સ્પર્ધા
ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઉઘાડ – પુરુરાજ જોષી
પાંદડે પાંદડે રવિ – મહેશ દવે Next »   

7 પ્રતિભાવો : પ્રાર્થના-ગઝલ – હર્ષદ ચંદારાણા

 1. Bipin says:

  ખુબ જ હ્રદય સ્પર્શિ ગઝલ …

 2. P.K.Davda says:

  ચંદારાણા સહેબ્,
  બહુ સરસ ગઝલ છે.
  સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા
  આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે
  બસ આ સિવાય બીજું શું જોઈએ?
  -પી.કે.દાવડા

 3. Naveen Joshi,Dhari,Gujarat says:

  મુ.હર્ષદ ચંદારાણા સાહેબ્,
  આવી સરસ કવિતા
  માટે આપને અમારા સજોડે નમસ્કાર.

  Naveen Joshi & durga Joshi, Dhari,Gujarat

 4. Megha Joshi says:

  ના ગમે – હું આદરું તારી સ્પર્ધા
  ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે

  ખુબ સરસ…

 5. MANISHA says:

  સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા
  આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે

  ખુબ સરસ…ગઝલ

 6. JOGEN MANIAR says:

  બહુ સરસ રચના

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  હર્ષદભાઈ,
  બહુ મજાની પ્રાર્થના આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.