હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’

હતો આદમી એક સાચે જ ઘેલો….
વધુમાં એ ફૂલોની ભાષા ભણેલો….

પછી તો બીજું પૂછવાનું હતું શું….. ?
બિચારો આ દુનિયામાં અટવાઈ ગ્યેલો

હતો એકલો એ, બધા ટોળકીમાં,
એ આવી ગયેલો આ દુનિયામાં વ્હેલો

હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો.

એ અઘરો બન્યો શાંતિના દૂત લેખે
કબૂતર હતો તો હતો સાવ સહેલો

વખોડ્યો બધાએ તો એકી અવાજે
અનુવાદ સપનાનો એણે કરેલો

એ ધિક્કારતો’તો પ્રભુને, ધરમને,
ફક્ત આદમીયતનો એ આશિક રહેલો

હતો જાણે મજનુ કે રાંઝાનો ચેલો,
હતો સાવ ‘પાગલ’ ને માથાફરેલો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વળાવી બા આવી – ઉશનસ્
વિચારનાં – પરાજિત ડાભી Next »   

7 પ્રતિભાવો : હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’

 1. dhaval sonis says:

  અદભુત……!
  વર્ણવવા માટે શબ્દો નથી મળતા……

 2. ફરી ફરી વાચવા ગમે એવી સુન્દર ગઝલ!!!
  ‘એ ધીક્કારતો’તો પ્રભુને ને ધર્મને, ફક્ત આદમીયતનો એ આશીક હતો’
  ટીલા-ટપકા અને માળાવાળા મુખમે રામ બગલમે છુરીવાળા ઢોગીઓની જમાત સામે, માનવતાની મશાલ લઈ ફરનારાની સરાહના બદલ આભાર, ધન્યવાદ !
  બીજી આવી રચનાઓની અપેક્ષા સહ.

 3. Nikhil Vadoliya says:

  ખુબ સુન્દ્રર્

 4. Heta Desai says:

  હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
  એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો…….

  મસ્ત……

 5. Kalidas V. Patel { Vagosana } says:

  અલ્પેશભાઈ,
  આપનો મજનુ કે રાંઝાનો ચેલો , માથાફરેલો પાગલ ગમ્યો ! આભાર.
  છેલ્લેથી ત્રીજી લીટીમાં — ” આદમિયત ” શબ્દ હોવો જોઈએ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. DHIREN AVASHIA says:

  પુજનિય ગાનધિજિ નિ ઓલખાન આનાથિ વધારે શુ હોય

 7. બધા શેરો એક દમ મસ્ત…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.