હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’

હતો આદમી એક સાચે જ ઘેલો….
વધુમાં એ ફૂલોની ભાષા ભણેલો….

પછી તો બીજું પૂછવાનું હતું શું….. ?
બિચારો આ દુનિયામાં અટવાઈ ગ્યેલો

હતો એકલો એ, બધા ટોળકીમાં,
એ આવી ગયેલો આ દુનિયામાં વ્હેલો

હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો.

એ અઘરો બન્યો શાંતિના દૂત લેખે
કબૂતર હતો તો હતો સાવ સહેલો

વખોડ્યો બધાએ તો એકી અવાજે
અનુવાદ સપનાનો એણે કરેલો

એ ધિક્કારતો’તો પ્રભુને, ધરમને,
ફક્ત આદમીયતનો એ આશિક રહેલો

હતો જાણે મજનુ કે રાંઝાનો ચેલો,
હતો સાવ ‘પાગલ’ ને માથાફરેલો.

Leave a Reply to Heta Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.