હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’
હતો આદમી એક સાચે જ ઘેલો….
વધુમાં એ ફૂલોની ભાષા ભણેલો….
પછી તો બીજું પૂછવાનું હતું શું….. ?
બિચારો આ દુનિયામાં અટવાઈ ગ્યેલો
હતો એકલો એ, બધા ટોળકીમાં,
એ આવી ગયેલો આ દુનિયામાં વ્હેલો
હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો.
એ અઘરો બન્યો શાંતિના દૂત લેખે
કબૂતર હતો તો હતો સાવ સહેલો
વખોડ્યો બધાએ તો એકી અવાજે
અનુવાદ સપનાનો એણે કરેલો
એ ધિક્કારતો’તો પ્રભુને, ધરમને,
ફક્ત આદમીયતનો એ આશિક રહેલો
હતો જાણે મજનુ કે રાંઝાનો ચેલો,
હતો સાવ ‘પાગલ’ ને માથાફરેલો.



અદભુત……!
વર્ણવવા માટે શબ્દો નથી મળતા……
ફરી ફરી વાચવા ગમે એવી સુન્દર ગઝલ!!!
‘એ ધીક્કારતો’તો પ્રભુને ને ધર્મને, ફક્ત આદમીયતનો એ આશીક હતો’
ટીલા-ટપકા અને માળાવાળા મુખમે રામ બગલમે છુરીવાળા ઢોગીઓની જમાત સામે, માનવતાની મશાલ લઈ ફરનારાની સરાહના બદલ આભાર, ધન્યવાદ !
બીજી આવી રચનાઓની અપેક્ષા સહ.
ખુબ સુન્દ્રર્
હજી કલ્પના જ્યાં પહોંચી નહોતી
એ આંસુ બની ત્યાં જઈ ઓગળેલો…….
મસ્ત……
અલ્પેશભાઈ,
આપનો મજનુ કે રાંઝાનો ચેલો , માથાફરેલો પાગલ ગમ્યો ! આભાર.
છેલ્લેથી ત્રીજી લીટીમાં — ” આદમિયત ” શબ્દ હોવો જોઈએ.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
પુજનિય ગાનધિજિ નિ ઓલખાન આનાથિ વધારે શુ હોય
બધા શેરો એક દમ મસ્ત…