રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
11 thoughts on “વળાવી બા આવી – ઉશનસ્”
ઉશનસ્ ની આ રચના ની છેલ્લી પંક્તિ મંદાક્રાંતા ગોખવા યાદ કરતા આજે આખી રચના વાંચવા મળી ધન્યવાદ મ્રુગેશભાઇ.
પ્રિયાંગુભાઈ,
આ કવિતા ” મંદાક્રાન્તા ” છંદમાં નહિ , પરંતુ ” શિખરિણી ” છંદમાં છે. બહુ વખણાયેલી ગેય કવિતાઓમાં તેનું આગવું સ્થાન છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Last line mandakranta ma nthi..
શિખરિણી છંદ ma che..
ય મ ન સ ભ લ ગા
17 અક્ષર
આ કવિતા અને બીજી “વળાવી બા આવ્યા” – બન્ને સ્કુલમા ભણેલા – બહુ વ સરસ કવિતા છે
ખુબ સરસ્
મને પ૮ વરસ થયા. નાનપણમાં મારા પિતાશ્રીના ૪ ભાઇઓનુ કુટૂબ દિવાળી ઉપર ભેગુ થતુ તેની ઇન્તજાર ના હરખ અને વિદાય ના દુખ મે અનુભવ્યા છે. તથા મારા દાદીમાની તમામને વળાવ્યા પછીની સ્થીતી મને યાદ આવી ગઇ…
ખુબ સરસ્ આજ્ના જમાનાથિ અતિ સન્લગ્ન્!!! આપ સહુ ને મર બ્લોગ http://www.inkandipoetry.wordpress.comુ પર આમન્ત્રુ ચ્હુ.
ખુબ સરસ
અભ્યાસનમા સ્કુલમા ભન્યા હતાતે પુન યાદ આવિ ગયુ
Good
આ કવિતા ખુબ સરસ છે. આ કવિતા ” મંદાક્રાન્તા ” છંદમાં નહિ , પરંતુ ” શિખરિણી ” છંદમાં છે. બહુ વખણાયેલી ગેય કવિતાઓમાં તેનું આગવુ સ્થાન છે.
પ્રિતેશકુમાર પી. અનાવાડિયા
ગામ:- વડાવલ
અભ્યાસ:- ગુજરાતી માધ્યમ.(બી.એ)
અભ્યાસ:- ડી.એન.પી. આર્ટસ એન્ડ
કોમર્સ કોલેજ. ડીસા.