ગઝલ – ગુંજન ગાંધી

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું ?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું ?

જાગતા હોવા છતાં મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું ?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી,
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું ?

જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિચારનાં – પરાજિત ડાભી
ધુઆંધાર ધોધ અને કાન્હા નેશનલ પાર્કની મુલાકાતે – પ્રવીણ શાહ Next »   

14 પ્રતિભાવો : ગઝલ – ગુંજન ગાંધી

  1. Sudhir Patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  2. Sandhya Bhatt says:

    વાહ્…સરસ ગઝલ…

  3. Salim Savani says:

    આટ્લુ સરળ આટ્લુ સુન્દર કોઇ કેવિ રિતે લખિ જાય
    આટ્લુ માર્મિક અર્થ્ સભ૨ કોઇ કેવિ રિતે લખિ જાય
    અસ્તિત્વના ખાબોચિયામાથિ કોઇ ફન્ફોળિ કાઢે એમ્
    સાગર કો આન્ખે તરબતર કોઇ કેવિ રિતે લખિ જાય

    Sorry I couldn’t control the keyboard, hence please excuse my ravai, dirghai. This instant ash’aar is my humble praise for you all above poets. Indeed, these poems are splendid. Keep it up.

    Salim Savani
    Houston, TX USA

  4. Hasmukh Sureja says:

    “જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
    એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું….?”

    હર એક માનવીને જીવનપર્યન્ત એક ફરિયાદ હોય છે, મને કોઇ સમજી શક્યુ નહી!… પણ આ શેરમા ગઝલકારે સમજાવી દીધુ કે, તારી જાતને મારી જગ્યાએ મુકી જો પછી ખબર પડે કે મને કેટ-કેટલી તકલીફ પડી છે…. ખુબ જ સરસ ગઝલ….

    @સલીમભાઈ,
    ઉપરની ગઝલની તારિફ કરતી તમારી પન્કતિઓ પણ ગમી….

  5. abha raithatha says:

    superb..every dream does not fulfilled of everyone.

  6. Ravi says:

    વાહ્…સરસ ગઝલ…….

  7. nayan panchal says:

    ખૂબ જ સુંદર રચના.
    સાદા પણ સચોટ શબ્દો.
    અભિનંદન.

  8. devina says:

    ketketla meaning ,very deep to understand , great job ,keep it up…

  9. Urvi Shah says:

    i like it very much

  10. Ami .J.G. says:

    Superb……….Very nice!!Hearttouching peice……

  11. આભાર બધા મીત્રોનો..અને અહીં પબ્લીશ કરવા માટે મૃગેશભાઈનો આભાર..

  12. સરસ ગઝલ ગુંજનભાઈ! આ બે શેર બહુ સરસ થયા છે:

    જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
    એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?

    કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
    એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?

  13. Renuka Dave says:

    Very Nice…Gunjanbhai, Keep it up..!

  14. MP Mehat says:

    એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
    પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
    ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
    એથી વધુ નજીક તો આવી નહીં શકું.
    – રઈશ મનીઆર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :