ગઝલ – ગુંજન ગાંધી
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું ?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું ?
જાગતા હોવા છતાં મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું ?
લાગણી મારી ટકોરા બારણે પાછી વળી,
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું ?
જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?



સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વાહ્…સરસ ગઝલ…
આટ્લુ સરળ આટ્લુ સુન્દર કોઇ કેવિ રિતે લખિ જાય
આટ્લુ માર્મિક અર્થ્ સભ૨ કોઇ કેવિ રિતે લખિ જાય
અસ્તિત્વના ખાબોચિયામાથિ કોઇ ફન્ફોળિ કાઢે એમ્
સાગર કો આન્ખે તરબતર કોઇ કેવિ રિતે લખિ જાય
Sorry I couldn’t control the keyboard, hence please excuse my ravai, dirghai. This instant ash’aar is my humble praise for you all above poets. Indeed, these poems are splendid. Keep it up.
Salim Savani
Houston, TX USA
“જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું….?”
હર એક માનવીને જીવનપર્યન્ત એક ફરિયાદ હોય છે, મને કોઇ સમજી શક્યુ નહી!… પણ આ શેરમા ગઝલકારે સમજાવી દીધુ કે, તારી જાતને મારી જગ્યાએ મુકી જો પછી ખબર પડે કે મને કેટ-કેટલી તકલીફ પડી છે…. ખુબ જ સરસ ગઝલ….
@સલીમભાઈ,
ઉપરની ગઝલની તારિફ કરતી તમારી પન્કતિઓ પણ ગમી….
superb..every dream does not fulfilled of everyone.
વાહ્…સરસ ગઝલ…….
ખૂબ જ સુંદર રચના.
સાદા પણ સચોટ શબ્દો.
અભિનંદન.
ketketla meaning ,very deep to understand , great job ,keep it up…
i like it very much
Superb……….Very nice!!Hearttouching peice……
આભાર બધા મીત્રોનો..અને અહીં પબ્લીશ કરવા માટે મૃગેશભાઈનો આભાર..
સરસ ગઝલ ગુંજનભાઈ! આ બે શેર બહુ સરસ થયા છે:
જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?
કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?
Very Nice…Gunjanbhai, Keep it up..!
એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું.
– રઈશ મનીઆર