વસ્ત્રો નથી વણાતાં પાકા વિચારનાં,
ખડકી રહ્યો છું તો પણ તાકા વિચારના !
ભાષા નથી ઉકલતી મારી લખી મને,
ખોલીને રોજ બેસું છાપાં વિચારનાં !
ભટકી ન જાય જો જો અર્થોના કાફલા,
દીવા બળી રહ્યા છે ઝાંખા વિચારના !
તો પણ શબદની પોઠો સોંસરવી નીકળે,
બારીક સોયનાં છે નાકાં વિચારનાં !
અસ્તિત્વ તોય મારું તરસ્યું રહી ગયું,
હું પી ગયો છું દરિયા આખા વિચારના !
મહેફિલને લ્યો ગઝલનો આ ચાંદલો કરી,
ચોડી રહ્યો પરાજિત ચોખા વિચારના !
5 thoughts on “વિચારનાં – પરાજિત ડાભી”
ખૂબ સુંદર વિચારવંત ગઝલ!
સુધીર પટેલ.
સુન્દર રચના !!!!
અસ્તિતવ તોયે તરસ્યુ રહી ગયુ મારુ,
હુ પી ગયો છુ દરીયો આખા વીચારનો!
i want to be contact number or other social network with the Mr. parajit dabhi
Thanks.
–
હું અચંભિત છું કે એટલી અદ્દભુત ગઝલ ને ઘણાં ઓછા પ્રતિસાદ મળ્યા છે.
મારી વાંચે લી સારી ગઝલો માની આ એક સારી ગઝલ છે. ખુબ સુંદર.
તો પણ શબદની પોઠો સોંસરવી નીકળે,
બારીક સોયનાં છે નાકાં વિચારનાં !
વાહ્!
પરાજિતભાઈ,
મજાની ગઝલ આપી. વિચારના ઝાંખા દીવા બળતા હોય ત્યારે વિચારના કાફલા ભટકી જાય પણ ખરા … આબાદ કલ્પના !
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}