વિચારનાં – પરાજિત ડાભી

વસ્ત્રો નથી વણાતાં પાકા વિચારનાં,
ખડકી રહ્યો છું તો પણ તાકા વિચારના !

ભાષા નથી ઉકલતી મારી લખી મને,
ખોલીને રોજ બેસું છાપાં વિચારનાં !

ભટકી ન જાય જો જો અર્થોના કાફલા,
દીવા બળી રહ્યા છે ઝાંખા વિચારના !

તો પણ શબદની પોઠો સોંસરવી નીકળે,
બારીક સોયનાં છે નાકાં વિચારનાં !

અસ્તિત્વ તોય મારું તરસ્યું રહી ગયું,
હું પી ગયો છું દરિયા આખા વિચારના !

મહેફિલને લ્યો ગઝલનો આ ચાંદલો કરી,
ચોડી રહ્યો પરાજિત ચોખા વિચારના !

Leave a Reply to Chintan Acharya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વિચારનાં – પરાજિત ડાભી”

Copy Protected by Chetan's WP-Copyprotect.