દીવાનખંડ – ભરત ભટ્ટ

દીવાનખંડ એની ફરિયાદ ક્યાં કરે છે ?
ઘરમાં દુકાન પાડી જે રોટલો રળે છે.

વૃદ્ધત્વ આવે ત્યારે ન કોઈ બોલવા દે,
તેથી જ બા કે દાદા શું વારતા કહે છે ?

એને કહી શકો છો સાચો સ્વજન ખરેખર,
આંખો સૂજી ગયેલી જે પારખી શકે છે.

શ્રદ્ધાની વાત છોડો-મનમાં છે ડર ને તેથી,
આજે ઘણાં ખરાં તો ભગવાનને ભજે છે.

જોતી હશે કિનારે ત્યાં વાટ કોઈ આંખો,
હોડી ‘પવન’ વગર પણ મંજિલ તરફ વહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “દીવાનખંડ – ભરત ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.