ગઝલ – ચિનુ મોદી
મેં તને ક્યારે કહ્યું ઉપચાર કર ?
સ્વિચ કર તું ઑફ ને અંધાર કર.
એ ખરા ટાણે ન આવ્યા કામમાં
શ્વાસને કહેવું નથી, વ્હેવાર કર.
એક બે રસ્તા હજી ખુલ્લા હતા
પાણી માફક પગ વગર સંચાર કર.
ખૂબ ભેદી રાતનું આકાશ છે
સ્વપ્ન આવે તો તરત ઈન્કાર કર.
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.



ખુબ સરસ ટુંકું પણ સચોટ!
khub saras…
બહુ જ સ્રરસ !!
સ્વપ્ન આવે તો ઇન્કા૨ કર્
ગમિ જાય એવુ
ખુબ સુન્દર પદ રચના……..
બહુ મજા આવેી.
ચિનુભાઈ,
મજાની ગઝલ આપી. મજા આવી ગઈ. આભાર. અલવિદાના ટાણે શણગાર કરનાર જ એક સાચો ગઝલકાર હોય.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
–
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
That is amazing….