હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ચિનુ મોદી
મારે પાલવડે બંધાયો…. – લોકગીત Next »   

4 પ્રતિભાવો : હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

 1. Naveen Joshi,Dhari,Gujarat says:

  આટલુ ચોટદાર લખવા માટે મારા હાર્દિક અભિનન્દન્.
  નવીન જોશી, ધારી,ગુજરાત્

 2. સુંદર કાવ્ય

  “સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
  તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર”

 3. tejas dave says:

  vah bahu saras geet lakhyu che .

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મુકેશભાઈ,
  ચોટદાર ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.