આજ તું – અંજુમ ઉઝયાન્વી
[‘જુદો મિજાજ છે’ પુસ્તકમાંથી સાભાર.]
જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું,
એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું !
આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર,
બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું !
ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી,
મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું !
આવે છે મનમાં દોડીને આવેગ હર ઘડી,
પરપોટા સૌ ક્ષણિક છે, સમજી લે આજ તું !
આંખોને છાંયે બેસવા આવી ચડે કદી,
શમણાં તો જગપથિક છે, સમજી લે આજ તું !
હૈયામાં ધરબી રાખજે ભીતરની ચીસને,
ચાહતની એ પ્રતીક છે, સમજી લે આજ તું !
‘અંજુમ’ ગઝલ તો બંદગીનું બીજું નામ છે,
શાયરથી રબ નજીક છે, સમજી લે આજ તું !

Email This Article
·
Print This Article
·
Save this article As PDF




સુંદર
“જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું,
એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું !”
આપણે જેવા છીએ તેવા જ આપણે આપણી જાત ને ચાહી શકીએ તો ઘણું
just beautiful words……….. great lines,,,,,,,,
ખરેખર સુન્દર! કોઇ જ શબ્દો નથી આ ગઝલના વખાણ કરવા!
“ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી,
મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું !…..”
આ પન્ક્તિઓ ખુબ જ ગમી, આ પન્ક્તિઓમા ગઝલકારે સુફિ-ફકીરી જીવનને સુન્દર રીતે રજૂ કર્યુ છે… સાદુ જીવન, સુખી જીવન….!