મેં તારો હાથ
જરા જોરથી દબાવીને ઝાલ્યો હતો.
બીક હતી કે કદાચ
આ ભીડમાં
તું મારાથી વિખૂટો ન પડી જાય.
પરંતુ ખબર જ ન પડી કે
ક્યા સમયે
તારો હાથ સરકી ગયો મારા હાથમાંથી,
રેતીની જેમ.
હજી પણ મારા હાથમાં,
તારા હાથની ભીનાશ,
તારા હાથની ઉષ્મા,
મને ખાતરી અપાવે છે
કે તું મને ફરી મળીશ
એ જ ભીડમાં.
3 thoughts on “એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)”
મજા પડી ગઇ,સવાર સવારમા આપણા દિલની વાત કોઇ કરતુઁ હોય ત્યારે.
ગોપાલ
vah … heart touching ..
હુંદરાજભાઈ, મજાની વાત લઈ આવ્યા. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}