નારીને…. – યૉસેફ મૅકવાન

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

ક્યારેક તું આવે છે મારી સન્મુખ
મધ્યરાત્રિનું તારકલચ્યું આકાશ લઈ
પકડી મારી નજર-આંગળી
લઈ જાય છે મને અનંતના ગુહ્યદ્વારમાં-
જ્યાં નીરવતાના સ્નિગ્ધ તાપમાં
લચી પડ્યાં છે સ્વપ્નનાં હરિયાળાં ખેતર…..
ક્યારેક
ઘૂઘવતા અર્ણવનાં ફેનિલ મોજાં પર
ચંદ્રનો દીપ લઈ
આવે છે મારી સન્મુખ તું.
તારા પવનિલ હાથથી
મારા રોમેરોમમાં શાતા ભરતી
લઈ જાય છે મને
અતલ શાંતિના શ્વેત સુંવાળા પોલમાં-
પગલાં પાડતી.
હું માત્ર પુરુષ.
તું માત્ર નારી.
તું એકમાત્ર સર્જન કરે છે
હું એકમાત્ર વિસર્જન પામું છું
તારી મહીં…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સભા – કિશોરસિંહ સોલંકી
એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી) Next »   

2 પ્રતિભાવો : નારીને…. – યૉસેફ મૅકવાન

  1. i am like this website. iam very learing.

  2. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    નારીને બિરદાવતી કવિતા ગમી. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.