લીલાવિશ્વ – માધવ રામાનુજ

સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….

બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !

એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !

અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ
એક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ Next »   

1 પ્રતિભાવ : લીલાવિશ્વ – માધવ રામાનુજ

  1. Naveen Joshi,Dhari,Gujarat says:

    at right age madhav write right port my heartly congrates madhav. Naveen Joshi, dhari amreli gujarat

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.