એક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

સ્વપ્ન તો આપી જ દેશે…. જાવ લઈ લો લોન પર.
પીટવું પડશે પરંતુ નામ એનું ઢોલ પર.

માપસરની આંખ, ચશ્માં, માપસરની મોજડી
માપસરનું સ્મિત લઈને એ ફરે છે હોઠ પર

ધ્રૂજવા માંડે દિશાઓ, હાથ જોડે આભલું
એક પણ ડાઘો પડી જો જાય એના કોટ પર

લાગણી મારે છે પોતું…. ઝંખના ઝાડું અને
આંસુઓ પાણી ભરે છે પાંચ રૂપિયા રોજ પર

જીવતો થઈ જાઉં તો પણ બહાર ના નીકળી શકું
એટલા ખડકી ગયો પથ્થર એ મારી ઘોર પર

મેં પવનને કેદ ફુગ્ગામાં કરી લીધો જ છે.
ભૂખ લાગે એટલે વેચીશ જઈને રોડ પર

એટલે એણે શિશુનો હાથ તરછોડી દીધો
કેમ કે જગ્યા હતી બસ એક જણની ટોચ પર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “એક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.