એક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
સ્વપ્ન તો આપી જ દેશે…. જાવ લઈ લો લોન પર.
પીટવું પડશે પરંતુ નામ એનું ઢોલ પર.
માપસરની આંખ, ચશ્માં, માપસરની મોજડી
માપસરનું સ્મિત લઈને એ ફરે છે હોઠ પર
ધ્રૂજવા માંડે દિશાઓ, હાથ જોડે આભલું
એક પણ ડાઘો પડી જો જાય એના કોટ પર
લાગણી મારે છે પોતું…. ઝંખના ઝાડું અને
આંસુઓ પાણી ભરે છે પાંચ રૂપિયા રોજ પર
જીવતો થઈ જાઉં તો પણ બહાર ના નીકળી શકું
એટલા ખડકી ગયો પથ્થર એ મારી ઘોર પર
મેં પવનને કેદ ફુગ્ગામાં કરી લીધો જ છે.
ભૂખ લાગે એટલે વેચીશ જઈને રોડ પર
એટલે એણે શિશુનો હાથ તરછોડી દીધો
કેમ કે જગ્યા હતી બસ એક જણની ટોચ પર



સુંદર
rachana khub gami
kharekhar saras 6e je wanchase ana dil ma utri jase
wah wah wah!!!! ADBHUT ADBHUT RACHANA……. thnk u very much for such a nice creation.
દોસ્તિ મા દિલ મા એક કબર બનાવિને રખજો કે જેથિ ત્મે તમારા દોસ્ત નિ દરેક નાનિ મોતિ ભુલ્ને તે કબર મા દતિ સકો અને તમારા દોસ્તિ ના સમ્બન્ કાયમ રહે
saras
Good Gazal.Keep up continue working!!!!!!!!!!!!!!!!!!!!!!!
મજા નિ વત્
” નારાજ” આપની ગઝલ પર અમે રાજી થયા ડંકાની ચોટ પર !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}