ગઝલ – હેમેન શાહ

એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે;
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ;
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં;
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

કાં તો બાજી, કાં તો પ્રલોભન, કાં તો એ હથિયાર હશે;
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

ઝાંખુંપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે;
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
આભને ઝરૂખે – લાલજી કાનપરિયા Next »   

3 પ્રતિભાવો : ગઝલ – હેમેન શાહ

 1. સુન્દર રચના!
  ઝાખુ પાખુ બ ક્ષણ ચમકે એને દુનિયા પુજે છે,
  સુરજનુ સન્માન નથી,આ કેવા દિવસો આવ્યા છે???

 2. સ્‍નેહલભાઇ પટેલ says:

  વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં;
  જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

  અતિ સુંદર હેમેનભાઇ. વાહ…

 3. sandhya Bhatt says:

  વાહ્..વાહ્…ખૂબ સરસ વાત થઈ છે….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.