રંગોત્સવ-2012 – સંકલિત

[ આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે ત્યારે સૌ વાચકમિત્રોને આ પર્વની શુભકામનાઓ. રીડગુજરાતી પર આવતીકાલે નવા લેખોનું પ્રકાશન બંધ રહેશે, તેથી આજે માણીએ થોડાંક હાસ્યરસના અમીછાંટણાં ! – તંત્રી.]

ટ્રાફિક પોલીસ (હાથમાં રસીદબુક કાઢીને) : ‘ચાલો, નામ બોલો…’
બાઈકસવાર : ‘તિરુકુલાવલ્લી યેદુરાપટ્ટી ઠૈકરરામ્બી પોંડાગિરીસ્વામી રાજશેખરા ઐય્યર.’
પોલીસ (રસીદબુક બંધ કરતાં) : ‘હવેથી ગાડી જરા ધીમે ચલાવજો…’
************

પત્ની મોડી રાત્રે ઘરનો દરવાજો ખોલીને ચૂપચાપ સીધી બેડરૂમમાં પહોંચી.
અંધારામાં પલંગ પર બે વ્યક્તિને સૂતેલાં જોઈને તેનો ગુસ્સામાં પિત્તો ગયો.
કબાટ નીચેથી બેઝબોલનું બેટ કાઢીને સૂતેલા બન્ને જણને ઝૂડી નાંખ્યાં. અંતે ગુસ્સા અને તરસથી થાકીને રસોડામાં જઈ, ફ્રિઝ ખોલીને પાણી પીતી હતી ત્યારે પતિએ પાછળથી આવીને કહ્યું :
‘કલાક પહેલાં જ તારાં મમ્મી-પપ્પા આવ્યા છે. મેં એમને સૂવા માટે આપણો બેડરૂમ આપ્યો છે. તું મળી કે નહીં એમને ?’
************

એક ભિખારીને 100 રૂ.ની નોટ મળી. એ ફાઈવસ્ટાર હોટલમાં જમવા માટે ગયો. બિલ 3000 રૂ. થયું. ભિખારીએ ખાલી ખિસ્સાં બતાવ્યાં. મેનેજરે એને પોલીસને સોંપી દીધો. ભિખારીએ પોલીસને 100 રૂ. આપ્યા. એ છૂટી ગયો…. આને કહેવાય ‘ફાઈનાન્સ મેનેજમેન્ટ’ વિધાઉટ એમ.બી.એ. !!
************

છોકરી : ‘મને તો મારા જન્મદીને બ્લૅક-બેરી અથવા એપલ જોઈએ….’
છોકરો : ‘જામફળની સિઝન છે બકા, જામફળ માગ ને !’
************

સંતા : ‘હું તો કોફી પી લઉં તો મને ઊંઘ નથી આવતી…’
બંતા : ‘મારે જરા અલગ છે. મને ઊંઘ આવી જાય પછી મારાથી કોફી નથી પી શકાતી !’
************

શિક્ષક : ‘તમારા મા-બાપ પછી, તમને પ્રગતિ કરવાની સૌથી વધુ પ્રેરણા આપનાર કોણ હોય છે ?’
મોન્ટુ : ‘બસનો કંડકટર… કારણ કે એ સતત એમ કહે છે કે ચાલો…. આગળ વધો, આગળ વધો….’
************

‘ફેસબુક અને ફ્રીજમાં કોમન શું છે ?’
‘ખબર છે કે અંદર કંઈ નથી, તોય વારંવાર ખોલી ખોલીને જોશે !’
************

સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું : ‘કયું પક્ષી સૌથી વધુ ઝડપે ઊડે છે ?’
છોકરો : ‘હાથી.’
શિક્ષક : ‘નાલાયક… તને આટલુંય નથી આવડતું ? કોણ છે તારા પિતા ?’
છોકરો : ‘એ તો ડોનની ગેન્ગમાં શાર્પશૂટર છે.’
શિક્ષક : ‘વેરી ગુડ. હાથી સાચો જવાબ છે. બેસી જા.’
************

ટ્રેનમાં ચેતવણી લખી હતી : ‘ટિકિટ વગર સફર કરવાવાળા યાત્રી હોંશિયાર….’
આ વાંચીને સંતાનું મગજ છટક્યું : ‘વાહ રે… જેમણે ટિકિટ લીધી એ કંઈ મૂર્ખા થોડા છે !’
************

જોરદાર અકસ્માત થયા પછીની બોલચાલ :
ડ્રાઈવર : ‘હેડલાઈટ બતાવીને મેં સાઈડમાં વળવાનું તો કીધું હતું. દેખાતું નો’તું ?’
છગનબાપુ : ‘વાઈપર ચાલુ કરીને મેં તને ના પાડી તે નો ભાળી ?’
************

મોન્ટુ : ‘અલા, પણ મેં તને ક્યાંક જોયો હોય એવું લાગે છે….’
ભિખારી : ‘તે સા’બ જોયો જ હોય ને…. હું ફેસબુકમાં તમારા ફ્રેન્ડ લિસ્ટમાં છું જ !!’
************

છગનબાપુની ડેલીએ એક ભિખારી ખાવા બેઠો.
છગનબાપુ : ‘એલા, કાં કોરી રોટલી ખાસો ? લાવ્ય, માલીપા જઈને ઘી સોપડી આવું.’
ભિખારી : ‘ના હોં બાપુ, કાલ્ય શાક ગરમ કરવા લઈ ગ્યા’તા ઈ હજી ક્યાં દીધું સે ? રેવા દ્યો હું કોરી રોટલી ખાઈ લઈશ.’
************

કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. આખા ગામમાં શોધી વળ્યો પરંતુ ના મળ્યો એટલે ગામને પાદર થઈને જંગલ તરફ શોધવા ગયો. દૂર સુધી જોવા માટે ઝાડ પર ચઢ્યો.
એટલામાં બાઈક પર સવાર એક યુગલ ઝાડ નીચે આવીને બેઠું.
એમાંની યુવતિએ યુવકના હાથને હાથમાં લઈને ખૂબ પ્રેમથી કહ્યું : ‘મને તમારી આંખોમાં આખો સંસાર દેખાય છે….’
ઉપરથી પેલો કુંભાર બોલ્યો : ‘એલા બુન, મારો ગધેડો દેખાય તો જોજો જરી !’
************

જજ : ‘છગન, તારા ઉપર આરોપ છે કે તું લગ્નના પંદર દિવસ પછી પત્નીને છોડીને અચાનક ભાગી ગયેલો. બોલ તારે એના બચાવમાં શું કહેવું છે ?’
છગન : ‘સાહેબ, બચાવ કરવા જેટલો હું શક્તિશાળી હોત તો ઘર છોડીને ભાગી શું કરવા જાત ?’
************

નર્સ : ‘મુબારક હો, આપના ઘરે પુત્ર જન્મ થયો છે…..’
સંતા : ‘અરે વાહ ! શું ટેકનોલોજી છે ! મારી પત્ની તો હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને પુત્ર ઘરે અવતર્યો ?! વાહ ભાઈ વાહ !’
************

‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે, પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને’ હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે રસીદ ફાડી નાખી.
************

ભઈ જિંદગીનો જરાય ભરોસો કરવા જેવો નથી…. એટલે હું આઈસક્રીમ અને મીઠાઈ ખાઈ લીધા પછી જ જમવાનો વિચાર કરું છું…. રખેને ઢળી ગયા તો ડેઝર્ટમાં જીવ ન રહી જાયને ?
************

એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંટાડી હતી એ જોઈ એના મિત્રએ પૂછ્યું :
‘તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે ?’
‘ના, ના, ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે. મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે.’
************

શિક્ષક : ‘જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે ગણિતમાં મને 100માંથી 100 માર્ક આવતા હતા.’
વિદ્યાર્થી : ‘એ તો તમને કોઈ સારા સાહેબ ભણાવતા હશે ને એટલે…..!’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “રંગોત્સવ-2012 – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.