ભલે પધાર્યા ! – ચંદ્રકાન્ત શેઠ

દરિયા લઈને આવ્યા છો તો ભલે પધાર્યા !
ડુંગર તેડી લાવ્યા છો તો ભલે પધાર્યા ! –
અહીં કાંટ ને ઝાંખર છે,
તપ્ત રેતની ચાદર છે,
…….. ઉજ્જડતાનાં મૂળ કાઢવા
…….. …….. વાદળ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. વાદળ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –
નબળી આંખો, દૂબળી પાંખો,
ઘરનો દીવો જર્જર ઝાંખો !
…….. અંધકારનાં કુળ બાળવા
…….. …….. સૂરજ સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. સૂરજ થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –
પર્ણો પીળાં, પગલાં ઢીલાં,
આસપાસના ચ્હેરા વ્હીલા !
…….. પ્રસન્નતાનાં પુષ્પ આપવા
…….. …….. વસંત સાથે લાવ્યા છો તો ભલે પધાર્યા !
…….. …….. વસંત થઈને આવ્યા છો તો ભલે પધાર્યા ! –


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નાનજી કાલિદાસ મહેતા – મહેન્દ્ર છત્રારા
ચાલીસ કર્યાં પૂરાં, ખાટાં મીઠાં, તૂરાં – આશા વીરેન્દ્ર Next »   

3 પ્રતિભાવો : ભલે પધાર્યા ! – ચંદ્રકાન્ત શેઠ

  1. devina says:

    આમજ કોઇ શુભેચ્છા લઇ પધારતો રહે તો કેટલુ સારુ!!!

  2. Gajanan Raval says:

    Here is a poem that leads one’s gratitude to Divine…
    It reveals through elements of Nature…!! How nicley
    Chandrakant Sheth depicts the arrival of the supreme being!!
    Hearty congrats….
    Gajanan Raval
    Salisbury-MD,USA

  3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    ચંદ્રકાન્તભાઈ,
    આવી શુભેચ્છા લઈને આવ્યા છો … તો ભલે પધાર્યા !

    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :